અમદાવાદ ઝોનની 238 સ્કૂૂલોની પ્રોવિઝનલ ફીની કરાઈ જાહેરાત, 116 શાળાઓની ફીમાં કરાયો ઘટાડો

By: abpasmita.in | Last Updated: Tuesday, 10 April 2018 10:25 PM
અમદાવાદ ઝોનની 238 સ્કૂૂલોની પ્રોવિઝનલ ફીની કરાઈ જાહેરાત, 116 શાળાઓની ફીમાં કરાયો ઘટાડો

અમદાવાદ: અમદાવાદ ઝોન ફી નિયમન કમિટીએ 238 શાળાઓની પ્રોવિઝનલ ફી નિર્ધારિત કરી છે. રાજ્યશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાજ્યના જે તે ઝોનની ફી નિયમન કમિટી દ્વારા જે તે શાળાની નક્કી કરવાની થતી કામચલાઉ ફીની જોગવાઇ અંતર્ગત અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતિએ આ ઝોનમાં આવતી 238 શાળાઓની કામ ચલાઉ ફી નિયત કરાઇ છે. જ્યારે 116 શાળાઓની પ્રોવિઝનલ ફીમાં ઘટાડો કરાયો છે. 57 શાળાઓએ સહમતિથી 40 હજાર સુધીની ફીમાં ઘટાડો કરશે.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ફી નિયમન મુદ્દે વાલીઓ વતી અને રાજ્યના વિદ્યાર્થીઓના જાહેર હિતમાં કાનૂની લડત લડી રહી છે. અમદાવાદ શહેરની 14 શાળાઓની કામ ચલાઉ ફી ઘટાડાઇ છે, અમદાવાદ જિલ્લાની 28 શાળાઓ, ગાંધીનગરની 28 શાળાઓ, બનાસકાંઠાની 9 શાળાઓ, કચ્છની 21 શાળાઓ અને બોટાદની 1 શાળાઓની કામ ચલાઉ ફી ઘટાડવામાં આવી છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, નિયત કરેલી ફી સામે જેમને વાંધો હોય તે શાળાઓ સમિતિ સમક્ષ વાંધો રજૂ કરશે. અને શાળા સંચાલકોના આ વાંધા પર 4 સપ્તાહમાં સમિતિ આખરી નિર્ણય લેશે અને આ સમગ્ર્ બાબત સુપ્રીમ કોર્ટના ધ્યાને લાવવામાં આવશે.

First Published: Tuesday, 10 April 2018 10:04 PM

ટોપ ફોટો

સુરત: ખટોદરા વિસ્તારમાં કિન્નરની હત્યા, બે કિન્નર જૂથ વચ્ચેની અદાવતમાં હત્યા થયાની શંકા
હાર્દિક પંડ્યાએ ખરીદી Audi A6 કાર, જાણો શું છે તેની કિંમત
કપડવંજઃ NRI યુવકે પત્નીના ત્રાસથી જન્મદિવસે જ કર્યો આપઘાત, FB પર મિત્રતા થયા પછી કર્યા હતા લગ્ન
View More »

Related Stories