અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, જાણો ક્યાં કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ

By: abpasmita.in | Last Updated: Thursday, 5 April 2018 6:29 PM
અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, જાણો ક્યાં કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ

બનાસકાંઠા: કૉંગ્રેસના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. અલ્પેશ ઠાકોરને કોર્ટમાં હાજર થવા સમન્સ મળ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર વિરૂદ્ધ કરેલી ટિપ્પણીને લઈને તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાયો છે. જે મામલે ડીસા જિલ્લા કોર્ટે ગુરૂવારે અલ્પેશ ઠાકોરને સમન્સ બજાવી ત્રીજી મેએ કોર્ટમાં હાજર થવા આદેશ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે એક બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજર પર બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને બડગુજરે માનહાનિનો કેસ કર્યો છે.

First Published: Thursday, 5 April 2018 6:29 PM

ટોપ ફોટો

સુરત: ખટોદરા વિસ્તારમાં કિન્નરની હત્યા, બે કિન્નર જૂથ વચ્ચેની અદાવતમાં હત્યા થયાની શંકા
હાર્દિક પંડ્યાએ ખરીદી Audi A6 કાર, જાણો શું છે તેની કિંમત
કપડવંજઃ NRI યુવકે પત્નીના ત્રાસથી જન્મદિવસે જ કર્યો આપઘાત, FB પર મિત્રતા થયા પછી કર્યા હતા લગ્ન
View More »

Related Stories