ભારત-જાપાન વચ્ચે થયા 15 કરાર, મોદી બોલ્યા- 'જાપાન ત્રીજો સૌથી મોટો રોકાણકાર દેશ'

By: abpasmita.in | Last Updated: Thursday, 14 September 2017 3:03 PM
ભારત-જાપાન વચ્ચે થયા 15 કરાર, મોદી બોલ્યા- 'જાપાન ત્રીજો સૌથી મોટો રોકાણકાર દેશ'

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો અબેએ ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો બંન્નેએ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંન્નેએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. સંયુક્ત પરિષદમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જાપાન ભારતનો મહત્વપૂર્ણ સહયોગી દેશ છે. મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ એક લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે.  ભારત અને જાપાન વચ્ચે સંબંધોમાં કમ્યુનિકેશન મહત્વપૂર્ણ છે.

આ બેઠકમાં ભારત અને જાપાન વચ્ચે . ડિફેન્સ, ઓટોમોબાઇલ, ટ્રાન્સપોર્ટ જેવા 15 ક્ષેત્રે કરાર થયા હતા 15 જાપાની કંપનીઓ ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરશે.શિંઝો અબેએ મુંબઇ હુમલા અને પઠાણકોટ હુમલાના ગુનેગારોને સજા આપવાની વાત કરી હતી. સાથે બંન્ને નેતાઓએ આતંકી સંગઠનો અલ કાયદા, આઇએસઆઇએસ, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૌયબા વિરુદ્ધ સંયુક્ત સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મુક્યો હતો.

મોદીએ કહ્યું હતું કે, મારા જાપાનના છેલ્લા પ્રવાસ પર અમે ન્યૂક્લિયર સપ્લાય પર હસ્તાક્ષર કર્યા હતા. ક્લિન એનર્જી અને ક્લાયમેન્ટ ચેન્જ માટે અમારા પ્રયાસો મહત્વપૂર્ણ છે. જાપાન 2016-17માં 4.7 બિલિયન ડોલરનું ભારતમાં રોકાણ કર્યું છે જે છેલ્લા વર્ષની સરખામણીએ 80 ટકા વધુ છે. જાપાન ભારતમાં રોકાણ કરનારો હવે ત્રીજો સૌથી મોટો દેશ છે.

જોઇન્ટ સ્ટેટમેન્ટમાં મોદીએ કહ્યું કે, જાપાનીઓ માટે વિઝા ઓન અરાઇવલની સુવિધા અગાઉથી જ ભારતે આપેલી છે. હવે જાપાન પોસ્ટ અને ભારત પોસ્ટ વચ્ચે કૂલ બોક્સ સર્વિસ શરૂ કરવામાં આવશે જેથી જાપાની લોકો પોતાની પસંદગીનું જમવાનું જાપાનથી મંગાવી શકશે.

First Published: Thursday, 14 September 2017 3:03 PM

ટોપ ફોટો

અમદાવાદઃ યુવતીને પાંચ વર્ષ નાના ભત્રીજા સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
નડિયાદઃ NRI બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યાઃ બંને હાથ કાપી નાંખ્યા, કોણ નીકળ્યા હત્યારા?
પહેલા જ નોરતે જામ્યો નવરાત્રીનો રંગ, રાજકોટીયન યુવતીઓ કેવી ઘૂમી ગરબે, જુઓ તસવીરો
View More »

Related Stories

નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12...

  અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશ્નરે નવરાત્રિને લઈ જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 4નાં મોત, 3ની હાલત ગંભીર
અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 4નાં મોત, 3ની હાલત ગંભીર

  અમદાવાદ: અમદાવાદની વટવા જીઆઈડીની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ચાર

પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા PM મોદી, જુઓ વીડિયો
પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા...

અમદાવાદઃવડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે પોતાનો 68મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

25 સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા આગામી રણનીતિ અંગેની કરશે જાહેરાત, સંબોધશે પ્રેસ કોન્ફરન્સ
25 સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા આગામી રણનીતિ અંગેની કરશે જાહેરાત,...

અમદાવાદ: 25 સપ્ટેમ્બર નવરાત્રિ દરમિયાન શંકરસિંહ વાઘેલા પોતાની આગામી રાજકીય