પરેશ ધાનાણીનું નામ નેતા વિપક્ષ તરીકે જાહેર, રાહુલને મળી અશોક ગેહલોતે કરી જાહેરાત

By: abpasmita.in | Last Updated: Saturday, 6 January 2018 7:29 PM
પરેશ ધાનાણીનું નામ નેતા વિપક્ષ તરીકે જાહેર, રાહુલને મળી અશોક ગેહલોતે કરી જાહેરાત

નવી દિલ્લી: વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીના નામની જાહેરાત કરી છે.

પરેશ ધાનાણી પાટીદાર સમાજનો યુવા ચહેર છે. યુવાન અને અનુભવી હોવાના કારણે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. અગાઉ હાર્દિક પટેલે પણ ધાનાણીને વિપક્ષ નેતા બનાવાય તેનું સર્મથન આપ્યું હતું.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની રેસમાં પરેશ ધાનાણી સૌથી આગળ ચાલી રહ્યા હતા. પરેશ ધાનાણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્લી પહોંચ્યા હતા. નેતા વિપક્ષને લઈ ભંવર જીતેન્દ્રસિંહ અને અશોક ગેહલોત રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમના વચ્ચે બેઠક ચાલી રહી હતી.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસમાંથી નેતા વિપક્ષ બનવા માટે પરેશ ધાનાણી સિવાય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને અશ્વિન કોટવાલના નામ પણ ચર્ચામાં હતા.

First Published: Saturday, 6 January 2018 7:27 PM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories