અગાશિયે હોટલમાં શાહી ભોજન બાદ જાપાનના પીએમ શિંઝો અબે હોટલ હયાત પહોંચ્યા

By: abpasmita.in | Last Updated: Wednesday, 13 September 2017 9:13 PM
અગાશિયે હોટલમાં શાહી ભોજન બાદ જાપાનના પીએમ શિંઝો અબે હોટલ હયાત પહોંચ્યા

અમદાવાદ: વડાપ્રધાન નરેંદ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો અબે તેમના પત્ની સાથે મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત લીધા પછી હાલ લાલ દરવાજ ખાતે આવેલી સીદી સૈયદની જાળી પહોંચ્યા હતા. બન્ને દેશોના પીએમ સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી પછી અગાસિયા હોટલમાં રાત્રિ ભોજન કર્યું હતું.

જાપાનના પીએમના સન્માનમાં યોજાયેલા રાત્રી ભોજનમાં બે પ્રકારના ભોજન પરિસાયા હકતા. જાપાનના પીએમ અને તેમના પત્ની માટે ગુજરાતી ભોજનની સાથે સાથે જાપાનીઝ વાનગીઓ પણ પિરસાઈ હતી. ગુજરાતી ભોજનમાં દાલ, ઉંધિયુ, જલેબી અને ફુલકા રોટી પિરસાઈ હતી. ભોજન કર્ચા પછી બન્ને મહાનુભાવો અગાસિયા હોટલમાં બંધ બારણે ચર્ચા વિચારણા કરી હતી. અને ત્યારબાદ જાપાનના પીએમ તેમના પત્ની સાથે હોટલે જવા રવાના થયા હતા.

અગાઉ બંન્ને નેતાઓએ એરપોર્ટથી મહાત્મા ગાંધી આશ્રમ સુધી આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. બંન્ને નેતાઓ ખુલ્લી કારમાં સવાર થઇ રોડ શો કર્યો હતો. જાપાનના વડાપ્રધાન અને તેમના પત્નીએ ભારતીય પોશાક પહેર્યો હતો. આ અગાઉ વડાપ્રધાન મોદીએ શિંઝો અબેને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. જાપાનના વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હાજર રહ્યા હતા. શિંઝોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

First Published: Wednesday, 13 September 2017 6:29 PM

ટોપ ફોટો

અમદાવાદઃ યુવતીને પાંચ વર્ષ નાના ભત્રીજા સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
નડિયાદઃ NRI બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યાઃ બંને હાથ કાપી નાંખ્યા, કોણ નીકળ્યા હત્યારા?
પહેલા જ નોરતે જામ્યો નવરાત્રીનો રંગ, રાજકોટીયન યુવતીઓ કેવી ઘૂમી ગરબે, જુઓ તસવીરો
View More »

Related Stories

નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12...

  અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશ્નરે નવરાત્રિને લઈ જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 4નાં મોત, 3ની હાલત ગંભીર
અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 4નાં મોત, 3ની હાલત ગંભીર

  અમદાવાદ: અમદાવાદની વટવા જીઆઈડીની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ચાર

પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા PM મોદી, જુઓ વીડિયો
પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા...

અમદાવાદઃવડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે પોતાનો 68મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

25 સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા આગામી રણનીતિ અંગેની કરશે જાહેરાત, સંબોધશે પ્રેસ કોન્ફરન્સ
25 સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા આગામી રણનીતિ અંગેની કરશે જાહેરાત,...

અમદાવાદ: 25 સપ્ટેમ્બર નવરાત્રિ દરમિયાન શંકરસિંહ વાઘેલા પોતાની આગામી રાજકીય