અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેંદ્ર મોદી એકવાર ફરી ગુજરાતમાં સભાઓ ગજવશે.