આણંદઃ સગા ભાઈએ જ કરી નાના ભાઈની કુહાડીના ઘા મારી હત્યા, લાશના કટકા કરી ખેતરમાં ફેંકી દીધી

By: hareshkanzariya | Last Updated: Wednesday, 31 August 2016 12:03 PM
આણંદઃ સગા ભાઈએ જ કરી નાના ભાઈની કુહાડીના ઘા મારી હત્યા, લાશના કટકા કરી ખેતરમાં ફેંકી દીધી

આણંદ: બોરસદના કંકાપુરાના સીમ વિસ્તારમાં ખૂદ મોટા ભાઈએ જ નાના ભાઈની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અવારનવાર પૈસાની માગણીથી કંટાળીને મોટા ભાઈએ નાના ભાઈની ઠંડા કેલેજે હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ મોટા ભાઈએ તેના બંને હાથના ચાર ટુકડા કરી કોથળીમાં નાંખી તેના ખેતરથી થોડે દૂર નાંખી આવ્યો હતો. અત્યારે વીરસદ પોલીસે હત્યાનો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, બોરસદના કંકાપુરા સ્થિત કબીરપુરા સીમ વિસ્તારમાં કોકિલાબેન તેમના સંતાનો શનાભાઈ, રઈજીભાઈ સાથે રહે છે. જ્યારે તેમનો વચેટ પુત્ર નટુભાઈ પાસેના ખેતરમાં પત્ની સાથે રહે છે. શનાભાઈ અને નટુભાઈ બંને ખેતમજૂરી કરે છે. જ્યારે રઈજીભાઈ કોઈ કામધંધો કરતો નથી. એટલું જ નહીં, તેને દારૂ પીવાની લત પણ છે. તે અવારનવાર તેના બંને મોટા ભાઈઓ પાસે પૈસાની માંગણી કરતો રહે છે.

નાના ભાઈની દારૂ પીવાની આદત અને કોઈ કામધંધો ન કરતો હોવાથી પરિવાર પરેશાન થઈ ગયો હતો. દરમિયાન સોમવારે સાંજે રઈજીભાઈ નટુભાઈના ઘરે ગયો હતો અને પૈસાની માંગણી કરી હતી. જોકે, પૈસા ન આપતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા નટુભાઈએ કુહાડીના ઉપરાછાપરી ઘા ગરદન અને ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે રઈજીભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

હત્યા પછી નટુભાઈએ આટલેથી ન અટકતાં રઈજીભાઈના બંને હાથના કુહાડીથી ચાર કટકા કરી નાંખ્યા હતા અને લાશના ટુકડા કોથળીમાં ભેગાં કરી ખેતરથી થોડે દૂર આવેલા બીજા ખેતરમાં નાંખી આવ્યો હતો. નટુભાઈ પરમાર ફરાર થાય એ પહેલાં જ તેની ધરપકડ કરી ધારીયું અને કુહાડી કબ્જે લઈ તેના વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી.

First Published: Wednesday, 31 August 2016 12:03 PM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં