ઍર ઈન્ડિયામાં વિદેશી રોકાણકારો માટે ખૂલ્યો રસ્તો, સિંગલ બ્રાંડ રિટેલમાં 100 ટકા FDIને મંજૂરી

By: abpasmita.in | Last Updated: Wednesday, 10 January 2018 4:34 PM
ઍર ઈન્ડિયામાં વિદેશી રોકાણકારો માટે ખૂલ્યો રસ્તો, સિંગલ બ્રાંડ રિટેલમાં 100 ટકા FDIને મંજૂરી

નવી દિલ્લી: કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે વિવિધ ક્ષેત્રોમાં વિદેશી રોકાણથી જાડાયેલા નિયમોને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટમાં માર્ગ સરળ બન્યો છે. તો બીજી બાજુ સિંગલ બ્રાંડ રિટેલમાં પણ વિદેશી રોકાણના નિયમો સરળ બનાવ્યા છે.

કેન્દ્રીય કેબિનેટે સિંગલ બ્રાંડ રિટેલ ટ્રેડિંગમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઈનો નિર્ણય લીધો છે. તેની સાથે કેન્દ્ર સરકારે રૂટથી 100 ટકા એફડીઆઈને મંજૂરી આપી છે. કેબિનેટે એર ઇન્ડિયામાં 49 ટકા એફડીઆઇના પ્રસ્તાવને એપ્રુવલ રૂટથી મંજૂરી આપી છે. સરકારનો આ નિર્ણય એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટમાં મદદ કરી શકશે.

વર્ષ 2014માં સિંગલ બ્રાંડ રીટેલમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી હતી. સિંગલ બ્રાંડ રીટેલમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી ઓટોમેટિક રૂટથી મળવાથી વિદેશી કંપનીઓને ક્લિયરન્સની પ્રક્રિયામાંથી પસાર નહિ થવું પડે અને હવે તેમના માટે ભારતમાં રોકાણ કરવાનું સરળ બનશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અનેક વિદેશી રીટેલ કંપનીઓ ભારતમાં આવી શકે છે. સિંગલ બ્રાંડના કારોબારમાં એચ એન્ડ એમ, ગેપ અને આઈકિયા જેવી કંપનીઓ પહેલેથીજ કારોબાર શરૂ કરી ચૂકી છે. જ્યારે 50થી પણ વધારે કંપનીઓ અહીં આવવા તૈયાર છે.

જો કે વિદેશી રોકાણના મોર્ચા પર સરકારને સારી સફળતા મળી છે. 2013-14માં 36.05 અરબ ડૉલરનું વિદેશી રોકાણ થયું હતું જે 2014-15માં વધીને 45.15 અરબ ડૉલર થયું, 2015-16માં 55.46 અરબ ડૉલર અને 2016-17માં 60.08 અરબ ડૉલર થયું હતું.

First Published: Wednesday, 10 January 2018 4:28 PM

ટોપ ફોટો

IPL 2018: પંજાબે દિલ્હીને જીતવા 144 રનનો આપ્યો ટાર્ગેટ, ગેલની ગેરહાજરીમાં પંજાબનો નબળો દેખાવ
IPL 2018: આ કારણે આજની મેચમાં ક્રિસ ગેલ નથી પંજાબની ટીમમાં, જાણો વિગત
ગર્લફ્રેન્ડ સાથે એક્સ વાઈફના પરિવારને લંચ પર લઈ ગયો અરબાઝ, ન જોવા મળી મલાઈકા અરોરા
View More »

Related Stories