EXCLUSIVE: બજેટમાં મળશે ખુશખબરી, 3 લાખ સુધી કોઇ ટેક્સ નહીં, 30 લાખ સુધીના ટેક્સમાં મળશે ભારે છૂટ

By: abpasmita.in | Last Updated: Wednesday, 10 January 2018 9:30 AM
EXCLUSIVE: બજેટમાં મળશે ખુશખબરી, 3 લાખ સુધી કોઇ ટેક્સ નહીં, 30 લાખ સુધીના ટેક્સમાં મળશે ભારે છૂટ

નવી દિલ્હીઃ પહેલી ફેબ્રુઆરીથી બજેટ રજૂ થવાનું છે, બજેટની ચર્ચામાં આજે ખુદ પીએમ મોદી સામેલ થશે. નીતિ આયોગમાં મોદી દેશના કેટલાક મોટા અર્થશાસ્ત્રીઓની સાથે આજે સાંજે બેઠક કરશે. બજેટને લઇને નાણાં મંત્રાલયના સુત્રો પાસેથી એબીપી ન્યૂઝને મોટી માહિતી મળી છે. સુત્રો જણાવી રહ્યાં છે કે, નોકરી કરનારા લોકોને ટેક્સમાં મોટી રાહત-છૂટ મળી શકે છે. 10 થી 20 લાખ રૂપિયા પર 20 ટકા અને 20 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ વાળો સ્લેબ જાહેર થઇ શકે છે.

પહેલી ફેબ્રુઆરીએ સરકાર બજેટમાં ટેક્સ છૂટ અઢી લાખથી વધારીને ત્રણ લાખ કરી શકે છે. ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર થઇ શકે છે. પાંચથી દસ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા, 10 થી 20 લાખ રૂપિયા પર 20 ટકા અને 20 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ વાળા સ્લેબ જાહેર થઇ શકે છે.
શું ફેરફાર થઇ શકે છે?

– 3 લાખ સુધી – કોઇ ટેક્સ નહીં
– 10 લાખ સુધી – 10%
– 20 લાખ સુધી – 20%
– 30 લાખ સુધી – 30%

 

અત્યારનો ઇન્કમ ટેક્સ સ્લેબ શું છે?

– 2.5 લાખ સુધી – કોઇ ટેક્સ નહીં
– 5-5 લાખ સુધી – 5%
– 5-10 લાખ સુધી – 20%
– 10 લાખથી ઉપર – 30%

 

વર્ષ 2018-19નું સામાન્ય બજેટમાં મોદી સરકારના અત્યારના કાર્યકાળનું છેલ્લુ પૂર્ણ બજેટ હશે. આ બજેટમાં સરકાર મધ્યમ વર્ગને, જેમાં ખાસ કરીને નોકરી કરનારા લોકો આવે છે, તેમને મોટી રાહત આપવા પર સક્રિયતાથી વિચાર કરી રહી છે. સરકારનો ઇરાદો છે કે આ વર્ગને રાહત મળવી જોઇએ.

First Published: Wednesday, 10 January 2018 9:25 AM

ટોપ ફોટો

અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ
View More »

Related Stories

અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી આગચંપી,જુઓ વીડિયો
અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી...

અમદાવાદ: પદ્માવત ફિલ્મની આગ અમદાવાદમાં જોવા મળી છે.  પદ્માવત ફિલ્મનો વિરોધ