હવે તમને પણ મનમાં એવો સવાલ થતો હશે કે ફેસબુક પર એકાઉન્ટ જ બનાવ્યું નથી તો કેવી રીતે તમારો ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે. તેનો સીધો જવાબ એ છે કે, તમે ઇન્ટરનેટ યૂઝર છો તો દિવસભરમાં અનેક પ્રકારની વેબસાઇટ ઓપન કરતા હશો, મોટાભાગની વેબસાઈટમાં તમે ફેસબુકનું લાઈક અને શેરનું બટન જોતા હશો, જો તમે તેના પર ક્લિક કરો છો તો સમજી જાવ કે ફેસબુક તમારો ડેટા કલેક્ટ કરી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે ફેસબુક લાઈક અને શેર બટનનેજો તમે ક્લિક ન પણ કરો અને તે માત્ર થર્ડ પાર્ટી વેબસાઈટ પર હાજર છે તો પણ તમારો ડેટા ફેસબુકની સાથે શેર થઈ રહ્યો છે.