નાણાકીય વર્ષ 2017-18માં GDP ગ્રોથ ઘટીને 6.5 ટકા રહેશે: CSO

By: abpasmita.in | Last Updated: Friday, 5 January 2018 7:36 PM
નાણાકીય વર્ષ 2017-18માં GDP ગ્રોથ ઘટીને 6.5 ટકા રહેશે: CSO

નવી દિલ્લી: દેશના અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર છે. આગામી નાણાકીય વર્ષ 2017-18માં દેશની જીડીપી વૃદ્ધિ 6.5 ટકા રહી શકે છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ સીએસઓએ જીડીપી અંગે આ એડવાન્સ એસ્ટિમેટ પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સરકારે તેની પ્રક્રિયા ગયા વર્ષથી શરૂ કરી હતી. આ અગાઉ એક્સપર્ટસે જીડીપી ગ્રોથ 7 ટકાની નીચે રહેવાનું અનુમાન જણાવ્યું હતું. વર્ષ 2016-17માં વિકાસ દર 7.1 ટકા રહ્યો હતો, જ્યારે વર્ષ 2015-16માં 8 ટકાની નજીક પહોંચ્યો હતો.

ઉલ્લેખનિય છે કે નોટબંધી અને જીએસટીના પ્રભાવના કારણે આર્થિક જાણકારો અનુમાન લગાવી રહ્યા હતા કે દેશની જીડીપીમાં ઘટાડો જોવા મળી શકે છે અને 7 ટકાની નીચે રહી શકે છે. આવનારા બજેટને જોતા સરકાર માટે આ અનુમાન મુશ્કેલી ઉભી કરી શકે છે.

હાલમાં જ અંતરરાષ્ટ્રીય રેટિંગ એજંસી ફિંચે ભારતનો જીડીપી ગ્રોથ આવનારા 5 વર્ષમાં 6.7 ટકા રહેવાનું અનુમાન આપ્યું છે જો કે તે ચીનના જીડીપી ગ્રોથ કરતા વધારે છે.

First Published: Friday, 5 January 2018 7:36 PM

ટોપ ફોટો

IPL 2018: પંજાબે દિલ્હીને જીતવા 144 રનનો આપ્યો ટાર્ગેટ, ગેલની ગેરહાજરીમાં પંજાબનો નબળો દેખાવ
IPL 2018: આ કારણે આજની મેચમાં ક્રિસ ગેલ નથી પંજાબની ટીમમાં, જાણો વિગત
ગર્લફ્રેન્ડ સાથે એક્સ વાઈફના પરિવારને લંચ પર લઈ ગયો અરબાઝ, ન જોવા મળી મલાઈકા અરોરા
View More »

Related Stories