નવી દિલ્હીઃ સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફરી એક વખત ઘટાડો કરીને આમ આદમીને મોટ ફટકો છે. સરકારે જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળા માટે બચત યોજનાના વ્યાજ દરો જાહેર કર્યા છે. જે મુજબ નેશનલ સેવિંગ્સ સ્કીમ (એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ), કિસાન વિકાસ પત્ર(કેવીપી) અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થયો છે.