હવે ઘરે બેઠા મળશે પેટ્રોલ-ડિઝલ, પેટ્રોલિયમ મંત્રાલય કરી રહ્યું છે તૈયારી

By: abpasmita.in | Last Updated: Friday, 21 April 2017 7:24 PM
હવે ઘરે બેઠા મળશે પેટ્રોલ-ડિઝલ, પેટ્રોલિયમ મંત્રાલય કરી રહ્યું છે તૈયારી

નવી દિલ્લીઃ પેટ્રોલ, ડિઝલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે પેટ્રોલ પંપની લાંબી લાઇનમાં ઉભા રહેવામાં પડતી મુશ્કેલીઓમાં તમને રાહત મળી શકે છે. સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની હોમ ડિલીવરી કરવાનું વિચારી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યુ કે, પેટ્રોલ પંપો પર લાંબી લાઇનોથી બચવા માટે જો ગ્રાહકો દ્ધારા પ્રી-બુકિંગ કરવામાં આવે છે તો સરકાર હોમ ડિલીવરી કરવાનું વિચારી કરી છે.

પેટ્રોલિયમ મંત્રાલયે શુક્રવારે પોતાના સતાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું કે, પેટ્રો પ્રોડક્ટ્સની પૂર્વ બુકિંગ પર હોમ ડિલીવરી આપી શકાય તેવા વિકલ્પોની શોધ ચાલી રહી છે. પોતાના બીજા ટ્વિટમાં મંત્રાલયે કહ્યું કે, તેનાથી ગ્રાહકોને પોતાનો સમય બચાવવા અને પેટ્રોલ પંપો પર લાંબી લાઇનમાં ઉભા રહેવામાં છૂટકારો મળશે.

મંત્રાલયના કહેવા પ્રમાણે, દરરોજ અંદાજિત 350 મિલિયન (35 કરોડ) લોકો પેટ્રોલ પંપ પર જાય છે. પેટ્રોલ પંપ પર વાર્ષિક 2500 કરોડ રૂપિયાની લેવડદેવડ થાય છે. વપરાશ મામલે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા દેશ છે. દેશના પાંચ શહેરોમાં એક મેથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં દરરોજ સમીક્ષા થાય છે. કેશલેશ ટ્રાજેક્શનમાં પણ વધારો જોવા મળ્યો છે.

First Published: Friday, 21 April 2017 7:24 PM

ટોપ ફોટો

આ બોલ્ડ એક્ટ્રેસે પોસ્ટ કરી બિકીનીમાં તસવીર, થઈ વાયરલ
યુવક-યુવતીને નગ્ન કરી બર્બરતા આચરતો વીડિયો ક્યાંનો છે? સરકારે શું કરી ચોખવટ?
પ્રેગનન્સીમાં યોગા કરતા ફોટાથી સોહાએ સૌને ચોંકાવ્યા, જાણો કેમ જરૂરી છે પ્રેગનન્સીમાં યોગા
View More »

Related Stories

નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી જોઈએ નહીં
નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી...

નવી દિલ્લી: સેંસર બોર્ડના અધ્યક્ષ પદેથી સસ્પેંડ થયા પછી પહલાજ નિહલાનીએ