RBIએ મોબાઇલ વૉલેટ્સ માટેની E-KYCની અંતિમ તારીખ 2 મહિના લંબાવી

By: abpasmita.in | Last Updated: Sunday, 31 December 2017 10:50 AM
RBIએ મોબાઇલ વૉલેટ્સ માટેની E-KYCની અંતિમ તારીખ 2 મહિના લંબાવી

નવી દિલ્હીઃ મોબાઇલ વૉલેટ યૂઝર્સ માટે ખુશખબર આવી છે કે, હવે તેમના મોબાઇલ વૉલેટ ઇ-કેવાઇસી માટે આરબીઆઇએ અંતિમ તારીખને લંબાવી દીધી છે. પહેલા આ તારીખ 31 ડિસેમ્બર 2017 સુધી હતી, હવે મોબાઇલ વૉલેટ યૂઝર્સ 28 ફેબ્રુઆરી સુધી પોતાના મોબાઇલ વૉલેટ માટે ઇ-કેવાઇસી (ઇલેક્ટ્રૉનિક નૉ યૉર કસ્ટમર) કરાવી શકશે.

 

ભારતમાં ત્રણ પ્રકારના મોબાઇલ વૉલેટ છે જેમાં ક્લૉઝ્ડ વૉલેટ, સેમી વૉલેટ અને ઓપન વૉલેટ સામેલ છે. આ સમય પેટીએમ, મોબિક્વિક, ફ્રિચાર્જ જેવા અનેક મોબાઇલ વૉલેટ દેશમાં ચાલી રહ્યાં છે.

 

ઉલ્લેખનીય છે કે, દેશમાં નોટબંધી દરમિયાન ખાસ કરીને મોબાઇલ વૉલેટ્સનું ચલન વધ્યું અને પહેલાની સરખામણીમાં અનેક લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને લેવડદેવડ વધુમાં વધુ મોબાઇલ વૉલેટ્સથી કરતાં થયા

 

ક્લૉઝ્ડ વૉલેટઃ ક્લૉઝ્ડ વૉલેટને કોઇપણ કંપની ખાસ (કે ઓનલાઇન મર્ચન્ટ)ના સામાન અને સર્વિસ માટે યૂઝ કરી શકાય છે. જેમ કે મેકમાયટ્રિપ, જબૉન્ગ સહિતના જે વૉલેટ છે તેમાં કોઇપણ પ્રકારની કેશ જમા નથી કરી શકાતી.

 

સેમી-ક્લૉઝ્ડ વૉલેટઃ સેમી-ક્લૉઝ્ડ વૉલેટમાંથી કોઇપણ કેશ નથી કાઢી શકાતી. આ વૉલેટથી અલગ અલગ મર્ચન્ટ લૉકેશન પર સામાન અને સર્વિસ માટે લેવામાં આવતા પેમેન્ટની ચૂકવણી કરી શકાય છે, જેમ કે પેટીએમ, મોબિક્વિક, પેયુમની, ઓક્સિઝન, ફ્રિચાર્જ સહિતના વૉલેટના ઉદાહરણ છે. ભારતમાં સૌથી વધુ આ વૉલેટનો યૂઝ થાય છે.

 

ઓપન વૉલેટથી કેશ કાઢી શકાય છે, આ ઉપરાંત આનો યૂઝ પણ સેમી-ક્લૉઝ્ડ વૉલેટની જેમ કરી શકાય છે.

First Published: Sunday, 31 December 2017 10:41 AM

ટોપ ફોટો

IPL 2018: પંજાબે દિલ્હીને જીતવા 144 રનનો આપ્યો ટાર્ગેટ, ગેલની ગેરહાજરીમાં પંજાબનો નબળો દેખાવ
IPL 2018: આ કારણે આજની મેચમાં ક્રિસ ગેલ નથી પંજાબની ટીમમાં, જાણો વિગત
ગર્લફ્રેન્ડ સાથે એક્સ વાઈફના પરિવારને લંચ પર લઈ ગયો અરબાઝ, ન જોવા મળી મલાઈકા અરોરા
View More »

Related Stories