કાલે ખત્મ થશે જિયોની પ્રાઈમ મેમ્બરશિપ, જાણો યૂઝર્સ માટે કાલથી શું  થશે ફેરફાર?

By: abpasmita.in | Last Updated: Friday, 30 March 2018 6:15 PM
કાલે ખત્મ થશે જિયોની પ્રાઈમ મેમ્બરશિપ, જાણો યૂઝર્સ માટે કાલથી શું  થશે ફેરફાર?

નવી દિલ્લી: ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોના યૂઝર્સની પ્રાઈમ મેમ્બરશિપ 31 માર્ચના ખત્મ થઈ રહી છે. પ્રાઈમ મેમ્બરશિપના આધારે યૂઝર્સને ઓફર અને સ્પેશ્યલ પ્લાન આપવામાં આવી રહ્યા છે. એપ્રિલ 2017માં જિયોએ યૂઝર્સ માટે 99 રૂપિયામાં પ્રાઈમ મેમ્બરશિપ મેળવવાની તક આપી હતી. આ મેમ્બરશિપ 31 માર્ચ 2018 સુધી માન્ય હતી. હવે આ ઓફર કાલે ખત્મ થઈ રહી છે ત્યારે યૂઝર્સના મનમાં એક જ સવાલ છે કે કાલ પછી શું થશે? રિલાયન્સ જિયો તરફથી અત્યાર સુધી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. મીડિયા રિપોર્ટ્સમાં તેને લઈને શું અટકળો લગાવવામાં આવી રહી છે જાણો.

આશા છે કે કંપની પ્રાઈમ મેમ્બરશિપ ઓફરને વધારી શકે છે. બીજી અટકળો એ પણ છે કે કંપની પ્રાઈમ સર્વિસ બંધ કરી દે અને તેના બદલે 99 રૂપિયામાં મળનારી સર્વિસને ફ્રી કરી આપે.

બીજી અટકળો એ પણ છે કે રિલાયન્સ પોતાના ગ્રાહકો માટે નવો સસ્તો પ્લાન પણ લાવી શકે છે, પરંતુ કંપનીએ અત્યાર સુધી તેની કોઈ જાહેરાત નથી કરી. પ્રાઈમ મેમ્બરશિપ ખત્મ થયા બાદ કંપનીનો નવો દાવ શું રહેશે તેની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે.

ધણા પ્રકારના ટેરિફ પ્લાન, એકસ્ટ્રા ડેટા બેનિફિટ અને જિયો એપ સૂટ્સની ફ્રી એક્સેસ સહિત ઘણા પ્લાન જિયો યૂજર્સને આપવામાં આવી રહ્યા છે. આ ઓફર સાથે પ્રાઈમ મેમ્બર્સને મળનાર ડેટા પ્લાન અને લાભ પણ ખત્મ થશે.

જિયો પોતાના ગ્રાહકો માટે શેશ પેક લાવ્યું હતું. જેમાં 19 રૂપિયાથી લઈને 52 રૂપિયા સુધીના પ્લાન સામેલ કરવામાં આવ્યા છે. જેમાં 0.15 GBથી લઈને 1.5 GB સુધી ડેટા આપવામાં આવે છે. અને તેની વેલિડિટી એક દિવસથી લઈને સાત દિવસ સુધીની હોય છે.

જિયો  149, 349 અને 449ના પ્લાન લાવ્યું હતું. આ તમામ પ્લાન 1.5 GB ડેટા સાથે આવે છે. આ તમામ પ્લાનની વેલિડિટી એકબીજા કરતા અલગ-અલગ છે. 149ના પ્લાનમાં 28 દિવસ સુધી મળે છે જેમાં કુલ 42 GB ડેટા મળે છે. 349 અને 399 રૂપિયા વાળો પ્લાન 70 દિવસ અને 84 દિવસ માટે છે. જેમાં ક્રમશ 105 GB ડેટા અને 126 GB ડેટા મળે છે. આ સાથે જ 136GB ડેટા 449 રૂપિયામાં મળે છે, જે 91 દિવસ સુધી માન્ય છે.

2 GB ડેટા પ્લાન- 198 રૂપિયામાં 2 GB ડેટા આપવામાં આવે છે દે 28 દિવસ સુધી માન્ય છે. આ પ્લાનમાં 56 GB ડેટા મળે છે. 398 વાળા પ્લાનમાં 70 દિવસ અને 448 વાળા પ્લાનમાં 84 દિવસ માન્ય છે. જેમાં 140 GB અને 168 GB ડેટા આપવામાં આવે છે.

3GB/4GB/5GB – 4 GB ડેટા દરરોજ યૂઝર્સને આપવામાં આવે છે. આ સાથે જ અનલિમિટેડ વોઈસ કોલ પણ આપવામાં આવે છે. 28 દિવસ સુધીની વેલિડિટી વાળો આ પ્લાન 100 મેસેજ દરરોજ ગ્રાહકોને આપે છે. 299 રૂપિયામાં 28 દિવસ સુધી 3 GB ડેટા દરરોજ મળે છે. 799ના પ્લાનમાં 5 GB ડેટા દરરોજ મળે છે. આ પ્લાન 28 દિવસ સુધી આવે છે.

First Published: Friday, 30 March 2018 6:15 PM

ટોપ ફોટો

સુરત: ખટોદરા વિસ્તારમાં કિન્નરની હત્યા, બે કિન્નર જૂથ વચ્ચેની અદાવતમાં હત્યા થયાની શંકા
હાર્દિક પંડ્યાએ ખરીદી Audi A6 કાર, જાણો શું છે તેની કિંમત
કપડવંજઃ NRI યુવકે પત્નીના ત્રાસથી જન્મદિવસે જ કર્યો આપઘાત, FB પર મિત્રતા થયા પછી કર્યા હતા લગ્ન
View More »

Related Stories