ટૉઇલેટ બનાવવાના બદલામાં એન્જિનીયરે મહિલા પાસે માંગી ઇજ્જત

By: abpasmita.in | Last Updated: Sunday, 10 December 2017 12:22 PM
ટૉઇલેટ બનાવવાના બદલામાં એન્જિનીયરે મહિલા પાસે માંગી ઇજ્જત

નવી દિલ્હીઃ ભારતમાં એક સામાન્ય ધારણા છે કે શહેરથી લઇ ગામડાં સુધી દરેક નાના-મોટા કામોમાં લાંચ-રિશ્વત આપવી પડે છે, પણ શું તમે વિચારી શકો છો કે રિશ્વતમાં કોઇ એન્જિનીયર મહિલાની ઇજ્જત માંગી શકે છે. ખરેખરમાં આ કિસ્સો છત્તીસગઢના રાયગઢ જિલ્લાનો છે, જ્યાં એક એન્જિનીયરે (નગર પંચાયત અધિકારી) ટૉઇલેટ બનાવવાના બદલામાં મહિલા પાસે રિશ્વતમાં તેની ઇજ્જતનો સોદો કરવાનું કહ્યું.

 

પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઇ
આ ઘટનાનો ખુલાસો ત્યારે થયે જ્યારે પીડિત મહિલાએ આખી ઘટનાની માહિતી પોલીસ સ્ટેશનમાં આપતા એફઆઇઆર નોંધાવી. સાક્ષીઓની સાથે પોલીસ સ્ટેશને પહોંચેલી મહિલાએ જણાવ્યું કે, ટૉઇલેટ બનાવવાના બદલામાં એન્જિનીયરે તેની પાસે શારીરિક સંબંધ બનાવવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપી ‘આઇપી સારથી’ એન્જિનીયરના પદ પર રાયગઢ નગર પંચાયતમાં ફરજ બજાવે છે. એવું છે કે મહિલાના ઘરે ટૉઇલેટ બનાવવાની મંજૂરી મળે લગભગ 4 મહિના વીતી ચૂક્યા છે, તેમછતાં હજુ સુધી ટૉઇલેટ નથી બન્યું, આની ફરિયાદ મહિલાએ ઠેકેદાર પાસે કરી તો તેને એન્જિનીયરને મળવાની સલાહ આપવામાં આવી હતી.

છેલ્લા એક અઠવાડિયાથી કરી રહ્યો હતો હેરાન
મહિલા એન્જિનીયરની પાસે ફરિયાદ લઇને પહોંચી તો એન્જિનીયરે ફરિયાદ સાંભળ્યા બાદ મહિલાને આશ્વાસન આપ્યું અને મહિલા પાસે તેનો ફોન નંબર પણ માંગ્યો હતો. પોલીસ સ્ટેશનમાં મહિલાએ કહ્યું કે, એન્જિનીયરે પહેલા તો ફોન કર્યો પછી શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું. છેલ્લા એક અઠવાડિયાથી એન્જિનીયર હેરાન કરી રહ્યો હતો. બાદમાં શુક્રવારે મહિલાએ પોલીસને આ બધી ફરિયાદ કરી.

First Published: Sunday, 10 December 2017 12:21 PM

ટોપ ફોટો

IPL 2018: પંજાબે દિલ્હીને જીતવા 144 રનનો આપ્યો ટાર્ગેટ, ગેલની ગેરહાજરીમાં પંજાબનો નબળો દેખાવ
IPL 2018: આ કારણે આજની મેચમાં ક્રિસ ગેલ નથી પંજાબની ટીમમાં, જાણો વિગત
ગર્લફ્રેન્ડ સાથે એક્સ વાઈફના પરિવારને લંચ પર લઈ ગયો અરબાઝ, ન જોવા મળી મલાઈકા અરોરા
View More »

Related Stories