લખનઉમાં ભાજપના Ex. MLAના પુત્રની ગોળી મારી હત્યા

By: abpasmita.in | Last Updated: Sunday, 17 December 2017 10:35 AM
લખનઉમાં ભાજપના Ex. MLAના પુત્રની ગોળી મારી હત્યા

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ભરબજરે ગોળી મારી હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. માહિતી પ્રમાણે લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ પ્રેમ પ્રકાશના પુત્રને કેટલાક કાર સવાર બદમાશોએ ગોળી મારી દીધી, ગોળી વાગવાથી ધારાસભ્યના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યૂ હતું. જેનું નામ વૈભવ હતું.

 

ઘટના સમયે મૃતક વૈભવની સાથે તેનો સંબંધી પણ હાજર હતો, તેનું કહેવું છે કે, સુરજ શુક્લા નામના એક વ્યક્તિએ વૈભવને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો. બાદમાં કંઇ વાતચીત થઇ તે દરમિયાન બન્ને વચ્ચે કંઇક ઝઘડો થયો.

 

ત્યારપછી આરોપીએ વૈભવને ગોળી મારી દીધી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ અનુસાર, હત્યાનું કારણ જુની અદાવત હોઇ શકે છે. પોલસ અત્યારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

First Published: Sunday, 17 December 2017 10:35 AM

ટોપ ફોટો

IPL 2018: પંજાબે દિલ્હીને જીતવા 144 રનનો આપ્યો ટાર્ગેટ, ગેલની ગેરહાજરીમાં પંજાબનો નબળો દેખાવ
IPL 2018: આ કારણે આજની મેચમાં ક્રિસ ગેલ નથી પંજાબની ટીમમાં, જાણો વિગત
ગર્લફ્રેન્ડ સાથે એક્સ વાઈફના પરિવારને લંચ પર લઈ ગયો અરબાઝ, ન જોવા મળી મલાઈકા અરોરા
View More »

Related Stories