મુંબઇમાં ઓલા કેબમાં છોકરી સાથે રેપ, આરોપી ડ્રાઇવરની સાથી સાથે ધરપકડ

By: abpasmita.in | Last Updated: Sunday, 24 December 2017 3:20 PM
મુંબઇમાં ઓલા કેબમાં છોકરી સાથે રેપ, આરોપી ડ્રાઇવરની સાથી સાથે ધરપકડ

મુંબઇઃ મુંબઇમાં થાણે પોલીસ સ્ટેશનમાં એક મહિલા સાથે કેબ ડ્રાઇવરે બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ફરિયાદને લઇને પોલીસે કેબ ડ્રાઇવરને તેના સાથી સાથે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 19 ડિસેમ્બરની રાત્રે બની હતી, જેના આરોપીને પોલીસે પકડી પાડ્યો છે.

 

પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ પાટીલે જણાવ્યું હતું કે, ડ્રાઇવર સુરેશ પી.ગોસાવીને કાલે પકડી પાડવામાં આવ્યો, સાથે તેને ઉકસાવનારા તેના સાથીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

 

ખરેખરમાં, પીડિત છોકરી થાણે માટે ઓલા કેબમાં બેઠી હતી, પણ કેબ મોબાઇલથી બુક ન હોતી કરી. કેબમાં પહેલાથી જ ડ્રાઇવરનો એક સાથી હાજર હતો. પીડિત છોકરીને લાગ્યું કે કદાચ આ શેરિંગ કેબ છે, જેથી તેને નજરઅંદજ કરી દીધો.

 

ત્યારબાદ આરોપીઓને કેબ થાણેની બાજુએ લઇ જવાના બદલે વિરાર તરફ વાળી દીધી, છોકરી સાથે બળાત્કાર કેબ ડ્રાઇવરે કર્યો અને તેના સાથીએ તેની મદદ કરી. બન્ને ઓરાપોઓને 26 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

First Published: Sunday, 24 December 2017 3:20 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories