પલવલમાં રિટાયર્ડ ફૌજીનો આતંક, રસ્તામાં આવતા-જતા 6 લોકોને લોખંડના સળીયાથી રહેસી નાંખ્યા

By: abpasmia.in | Last Updated: Tuesday, 2 January 2018 2:11 PM
પલવલમાં રિટાયર્ડ ફૌજીનો આતંક, રસ્તામાં આવતા-જતા 6 લોકોને લોખંડના સળીયાથી રહેસી નાંખ્યા

પલવલઃ હરિયાણાના પલવલમાં એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. નરેશ નામના એક રિટાર્ડ ફૌજીએ બે કલાકમાં 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, આ બધા મર્ડર તેને એક લોખંડના સળીયાથી કરી. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તેની ધરપકડ કરી લીધી છે.

 

પોલીસે બધી લાશોને પૉસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને આ અંગે આરોપીની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. આ બધી હત્યાઓ તેને અલગ અલગ જગ્યાઓ પર કરી છે. જ્યારે પોલીસ તેને પકડવા ગઇ ત્યારે પોલીસ પર પણ તેને હુમલો કર્યો હતો.

 

પોલીસએ આ ઘટના અંગે જણાવ્યું કે, નરેશ પોતાના ઘરેથી એક લોખંડનો સળીયો લઇને નીકળ્યો હતો અને તેને રસ્તાં જે પણ મળ્યું તેને મારતો ગયો. લગભગ બે કલાકના સમયમાં 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. એક પ્રાઇવેટ હૉસ્પીટલમાં પણ ઘૂસ્યો હતો જ્યાં તેની કરતૂતો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. પોલીસે આ સીસીટીવી ફૂટેજની મદદથી તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ અનુસાર નરેશ મચ્છર ગાંવનો રહેવાસી છે અને હાલ ઓમેક્સ સીટીમાં રહી રહ્યો છે.

 

અત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને બીકે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ બધા મર્ડર તેને કયા કારણોસર કર્યો છે.

First Published: Tuesday, 2 January 2018 12:22 PM

ટોપ ફોટો

અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ
View More »

Related Stories

અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી આગચંપી,જુઓ વીડિયો
અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી...

અમદાવાદ: પદ્માવત ફિલ્મની આગ અમદાવાદમાં જોવા મળી છે.  પદ્માવત ફિલ્મનો વિરોધ