ભાઇ-બહેનોની સામે જ નાની છોકરી પર રેપ કરતો હતો બાબા

By: abpasmita.in | Last Updated: Sunday, 10 December 2017 10:06 AM
ભાઇ-બહેનોની સામે જ નાની  છોકરી પર રેપ કરતો હતો બાબા

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક સાધુ પર છોકરી પર રેપ કરવાનો આરોપ લાગ્યો છે, છોકરીના ભાઇ-બહેનની સામે જ બાબાએ તેના ઉપર રેપ કર્યો. પોલીસે કેસ નોંધી બાબાની ધરપકડ કરી લીધી છે. પીડિત બાળકીએ જણાવ્યું કે, તેના ભાઇ-બહેનની સામે જ બાબા તેના ઉપર રેપ કરતા હતા, આ બધા બાળકો બાબાના આશ્રમમાં કામ કરવા માટે ગયા હતા.

 

કનાડિયાના ખત્રીખેડામાં આ ઢોંગી સાધુ અવધેશદાસનો આશ્રમ છે, જ્યાં લગભગ 2 મહિના પહેલા એક વ્યક્તિ પોતાની 3 છોકરીઓ અને 1 છોકરાને 7000 રૂપિયામાં વેચી ગયો હતો. આરોપ છે કે, સાધુ આ બાળકોને બંધક બનાવીને રાખતો હતો અને તેમાં સૌથી મોટી છોકરીનો રેપ કરતો હતો.

 

બાળકોમાં સાધુનો ડર એટલો બધો છે કે, તેઓ ડરના માર્યા રડી રહ્યાં છે અને ત્યાં ના જવાની વાત કરી રહ્યાં છે. રેપ પીડિતા છોકરી 8માં ધોરણમાં ભણે છે. થોડાક દિવસો પહેલા આ બાળકોએ પોતાના સાથી બાળકોને આ વાત કહી. જ્યારે ગામના બાળકોએ સાધુને કહ્યું કે, આ ચારેય બાળકોને છોડી દો તે સાધુએ કહ્યું કે તેને 7000 રૂપિયા આપીને બાળકોને ખરીદ્યા છે. જો તેને તેના પૈસા પાછા આપવામાં આવશે તો તેઓને છોડી દેશે. આને લઇને ગામના બાળકોએ આજુબાજુના લોકો પાસેથી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યુ.

 

જ્યારે લોકોએ ફંડ ઉઘરાવવાની વાત કરી તો આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પોલીસે બાબા વિરુદ્ધ કેસ નોંધી લીધો છે અને આશ્રમમાંથી બાબા અવધેશદાસની ધરપકડ કરીને તે બાળકોને રેસ્ક્યૂ કરાવ્યા છે. અત્યારે આ બાળકોના પિતાની શોધખોળ કરવામાં આવી રહી છે.

First Published: Sunday, 10 December 2017 9:59 AM

ટોપ ફોટો

અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ
View More »

Related Stories

અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી આગચંપી,જુઓ વીડિયો
અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી...

અમદાવાદ: પદ્માવત ફિલ્મની આગ અમદાવાદમાં જોવા મળી છે.  પદ્માવત ફિલ્મનો વિરોધ