કર્ણાટકાઃ RSS નેતાની હત્યા બાદ તોફાન, ધાર્મિક સ્થળે તોડફોડ અને આગચંપી

By: abpasmita.in | Last Updated: Wednesday, 13 December 2017 9:38 AM
કર્ણાટકાઃ RSS નેતાની હત્યા બાદ તોફાન, ધાર્મિક સ્થળે તોડફોડ અને આગચંપી

બેંગાલુરુઃ કર્ણાટકાના ઉત્તરીય કન્નડ જિલ્લાના સિરસીમાં બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થવાના સમાચાર મળ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને અન્ય સંગઠનોના લોકોએ સંઘના કાર્યકર્તાની હત્યાને લઇને આક્રોશિત થઇ વિરોધ પ્રદર્શન કર્યું, જે દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતાં પ્રદર્શનકારીઓએ સ્થાનિક જામા મસ્જિદમાં તોડફોડ કરી અને મસ્જિદના પાછળના ભાગે આવેલી દુકાનોમાં આગચંપી કરી દીધી હતી.

 

જોકે, કેટલાક તોફાની તત્વોએ આ સમયે રસ્તાં પરના બાઇકચાલકોને બાઇક પરથી નીચે દઇ કેટલીક ગાડીઓને પણ આગ ચાંપી હતી, જોકે, પોલીસે સ્થિતિને કાબુમાં લેવા વધારે પોલીસ ફોર્સ તૈનાત કરી સ્થિતિ થાળે પાડી હતી, તેમછતાં કેટલાક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે.

 

મળતી માહિતી પ્રમાણે, સંઘ કાર્યકર્તા પરેશ મેસ્ટાની હત્યા થવાનું જાણવા મળ્યું છે, જે શહેરના તુલસીનગરનાં રહેતો હતો અને થોડાક દિવસોથી ગૂમ થઇ ગયો હતો. શુક્રવાર (1 ડિસેમ્બર)એ તેની લાશ શહેરના એક તળાવમાંથી મળી, ત્યારબાદ હિન્દુવાદી સંગઠનોના લોકોએ ગુસ્સા અને ઉશ્કેરાટમાં આવીને તોફાન મચાવ્યુ હતું. આ ઘટનાને લઇને ભાજપના નેતાઓએ પણ રાજભવન માર્ચ કરી હતી.

 

Karnataka02

 

ગાંધી મૂર્તિથી રાજભવન માર્ચ કરનારા ભાજપ નેતાઓએ રાજ્યપાલ વજુભાઇ વાળાને યુવા કાર્યકર્તા પેરશ મેસ્ટાના હત્યાકાંડની તપાસ એનઆઇએ પાસે રાજ્ય સરકાર દ્વારા કરાવવાની માંગ કરી હતી. આ માર્ચની આગેવાની સાંસદ શોભા કરાંડલવેએ કરી હતી.

First Published: Wednesday, 13 December 2017 9:28 AM

ટોપ ફોટો

અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ
View More »

Related Stories

અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી આગચંપી,જુઓ વીડિયો
અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી...

અમદાવાદ: પદ્માવત ફિલ્મની આગ અમદાવાદમાં જોવા મળી છે.  પદ્માવત ફિલ્મનો વિરોધ