યુપીમાં ધોળેદિવસે માતા-પુત્ર પર 3 બદમાશોએ ગોળીઓ વરસાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

By: abpasmita.in | Last Updated: Thursday, 25 January 2018 11:51 AM
યુપીમાં ધોળેદિવસે માતા-પુત્ર પર 3 બદમાશોએ ગોળીઓ વરસાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

મેરઠઃ ઉત્તરપ્રદેશમાં ધોળે દહાડે ગોળી મારી હત્યા કરવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. એક વૃદ્ધ મહિલાને કેટલાક બદમાશોએ તાબડતોડ ફાયરિંગ કરી હત્યા કરી હતી, જે સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને આ મામલે બે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી દીધી છે. માહિતી પ્રમાણે, મેરઠમાં કેટલાક અસામાજિક તત્વોએ ધોળે દિવસે એક વૃદ્ધ મહિલાએ પર તાબડતોડ ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે મહિલાની હત્યા થઇ છે તેના પતિની પણ અગાઉ હત્યા થઇ હતી.

આ ઘટના પરતાપુરાથાના વિસ્તારના ગામ સોરખાની છે. આ મહિલા પોતાના પતિની સાક્ષી હતી, જ્યારે તે સાક્ષી તરીકે જવાની હતી તે પહેલા તે ખાટલા પર બેસી, ત્યાં કેટલાક બદમાશોએ આવીને તાબડતોડ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું અને મહિલાનું મોત થયું હતું. જોકે ગોળી મારતો કોઇ ફોટો કેદ થયો નથી. એક દિવસ પહેલા આ બદમાશોએ મહિલાને સાક્ષી તરીકે ના આવવા ધમકી આપી હતી, કહ્યું હતું કે ગવાહી આપી તો મારી નાંખીશું.
નોંધનીય છે કે, મહિલાના પતિની ઓક્ટોબર 2016માં હત્યા કરી દેવામાં આવી હતી, એવું પણ કહેવામાં આવે છે કે મહિલાની હત્યા કરતાં પહેલા તેના પુત્રને ગામની બહાર કારમાં જ ગોળી મારી દીધી હતી. વારદાત બાદ હત્યારાઓ પોતાની બાઇક પણ ત્યાં જ મુકીને ભાગી ગયા હતા. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી લીધી છે.

First Published: Thursday, 25 January 2018 11:27 AM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ