દંપતીએ તિરુપતિ બાલાજીને અર્પણ કર્યો એક કરોડનો હીરા જડીત મૂકૂટ

By: Abpasmita.in | Last Updated: Saturday, 13 February 2016 3:45 PM
દંપતીએ તિરુપતિ બાલાજીને અર્પણ કર્યો એક કરોડનો હીરા જડીત મૂકૂટ

તિરુપતિ: તિરુપતિ બાલાજીમાં એક ભક્તે એક કરોડ રૂપિયાનું અનોખું દાન આપ્યું છે. એક દંપતીએ તિરુપતિ બાલાજી મંદીરમાં હીરા જડીત એક મૂકૂટ ભેટમાં આપ્યો છે. કોયંબતૂરના રહેવાસી બાલામૂરુગન પોતાની પત્ની પૂર્ણિમાની સાથે શનિવારે સવારે ભગવાન વેંકટેશ્વરના દરબારમાં પહોંચ્યા હતા. અહિંયા આ દંપતીએ તિરુપતિ ભગવાનને એક કરોડ રૂપિયાનો હીરા જડીત મૂકૂટ દાનમાં આપ્યો હતો.

aqqp4ajb8omfigttww2-_145534293985_650x425_021316115637
આ પહેલાં કર્નાટકના પૂર્વ મંત્રી અને ખાણના વ્યવસાય સાથે જોડાયેલા જનાર્દન રેડ્ડીએ ભગવાન વેંકટેશ્વરના મંદીરમાં 45 કરોડનો હીરા જડીત એક સોનાનો મૂકૂટ દાન કર્યો હતો. જનાર્દન રેડ્ડીએ પોતાના જન્મ દિવસે તિરુપતિના ભગવાન બાલાજીને આ મૂલ્વાન દાન આપ્યું હતું. તિરુપતિમાં આજના નવા વર્ષે ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં દેશના અલગ અલગ વિસ્તારોમાંથી 80,000 થી વધારે શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને તેમણે લગભગ ત્રણ કરોડથી વધારેનું દાન કર્યું હતું.

 

First Published: Saturday, 13 February 2016 12:45 PM

ટોપ ફોટો

ભારતમાં WhatsApp Business લૉન્ચ, જાણો શું છે નવું આ એપમાં
કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર કર્યા નક્કી? કયા બે નેતાઓને ઉતારી શકે છે મેદાનમાં, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
View More »

Related Stories