આજે હોળી નહીં પ્રગટાવાય તો થશે અશુભ? જાણો શું કહે છે જ્યોતિષ

By: Abpasmita.in | Last Updated: Tuesday, 22 March 2016 10:16 AM
આજે હોળી નહીં પ્રગટાવાય તો થશે અશુભ? જાણો શું કહે છે જ્યોતિષ

અમદાવાદ:  હોળીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે તમે આ ગૂંચવણમાં છો તો જાણો જ્યોતિષના મત. હોળિકા દહન પ્રદોષ વ્યાપિની પૂર્ણિમાના રોજ ભદ્રારહિત કાળમાં કરવાનુ વિધાન છે. 2016માં પૂર્ણિમા પ્રદોષ વ્યાપિનીની સાથે 22 માર્ચના રોજ બપોરે 3 વાગીને 13 મિનિટના રોજ શરૂ થઈ જશે. મોટાભાગના વિદ્વાનોનુ માનવુ છે કે હોળિકા દહન 22 માર્ચના રોજ કરી લેવામાં આવે અને 23 માર્ચના રોજ ધુળેટી મનાવવામાં આવે.

અન્ય જ્યોતિષાચાર્યોનુ માનવુ છે કે ધર્મસિંધુ, બ્રહ્મવૈવર્તપુરાણ મુજબ 22 માર્ચના રોજ પૂર્ણિમા તિથિ પડી રહી છે તેમા ભદ્રા પણ વ્યપ્ત છે. 23 માર્ચના રોજ આવનારી પૂર્ણિમા પ્રદોષ વ્યાપિની ન થઈને 3 વાગીને 15 મિનિટ પર સમાત્પ થઈ જશે. આ ત્રણ પ્રહરથી વધુ સમય સુધી રહેશે તેથે શાસ્ત્રો મુજબ આ દિવસે હોળિકા દહન કરવુ શુભ રહેશે.

બ્રહ્મવૈવર્ત પુરાણા મુજબ દિવસના સમયે હોળિકા દહન કરવુ નિષિદ્ધ માનવામાં આવ્યુ છે. 23 માર્ચના રોજ વૃદ્ધિગામિની પ્રતિપ્રદામાં સંધ્યાકાળના સમયે 4 વાગીને 55 મિનિટથી લઈને 5 વાગીને 31 મિનિટ સુધી હોળિકા દહન કરવાનો સમય શાસ્ત્રો મુજબ અનુકૂળ માનવામાં આવે છે.

 

First Published: Tuesday, 22 March 2016 10:16 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories