મંદીરમાં ચોરી કરવા આવેલા ચોરોને કંઇ નહીં મળતાં 10 લાખના વાળની કરી ચોરી!

By: Abpasmita.in | Last Updated: Tuesday, 16 February 2016 12:32 PM
મંદીરમાં ચોરી કરવા આવેલા ચોરોને કંઇ નહીં મળતાં 10 લાખના વાળની કરી ચોરી!

INDIA - AUGUST 05: Devotees who have offered their hairs to Lord Venkateswara Temple area at Tirumala, Tirupati, Andhra Pradesh ( for the TTD hair Casestudy story for the Independence Day Special issue ) (Photo by Hk Rajashekar/The India Today Group/Getty Images)

આંધ્રપ્રદેશ: તમને વાંચીને થોડી નવાઇ લાગશે પરંતુ આ વાત હકિકત છે. આંધ્રપ્રદેશના એક મંદીરમાંથી લગભગ 10 લાખ રૂપિયાના માનવ વાળની ચોરી થઇ ગઇ છે. આ વાળ મંદીરમાં ચઢાવવા માટે આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે વર્હા લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદીર પરિસરમાંથી આ વાળની ચોરી કરવામાં આવી હતી. મંદીરના સંચાલકોના જણાવ્યા પ્રમાણે અજાણ્યા લોકોએ 10 લાખની વાળાની ચોરી કરી છે. આ કેસની તપાસ ડીસીપી કરી રહ્યા છે. પ્રાથમિક તપાસ પછી પોલીસનું એવું કહેવું છે કે આ ચોરી પાછળ પાછળ મંદીરના અંદરનો માણસોનો જ હાથ છે.

એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે વર્હા લક્ષ્મી નરસિમ્હા મંદીરના મેનેજમેંટે મંદીરમાં ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ પછી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ મંદીરમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાંળુઆ આવે છે અને પોતાના વાળ અર્પણ કરે છે. ત્યાર પછી આ વાળની હરાજી કરવામાં આવે છે. મંદીરના ટ્રસ્ટીઓનું કહેવું છે કે તેમણે 15 બેગ ભરેલા વાળ રાખ્યા હતા જેમાંથી 10ની ચોરી થઇ ગઇ છે અને જેની કિંમત આશરે 10 લાખ રૂપિયા હતી.

 

First Published: Tuesday, 16 February 2016 11:32 AM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories