આસ્થા કે અંધશ્રદ્ધા: ભગવાનને ચઢાવેલું લીંબું વેચાયું 39 હજારમાં!

By: Abpasmita.in | Last Updated: Sunday, 27 March 2016 3:15 PM
આસ્થા કે અંધશ્રદ્ધા: ભગવાનને ચઢાવેલું લીંબું વેચાયું 39 હજારમાં!

તમિલનાડુ:લીંબુ અને મરચાને લઇને હજુ પણ અંધવિશ્વાસ કાયમ છે, જેનો તાજો પુરાવો હાલમાં તમિલનાડુમાંથી સામે આવ્યો છે. તમિલનાડુના વિલ્લપૂરમ જિલ્લાના એક મંદિરના લીંબુની હરાજી 29 હજાર રૂપિયા સુધી પહોંચી હતી. તમિલનાડુના મંદિરમાં 11 દિવસ ધાર્મિક ઉતસ્વ ‘પંગુની ઉથીરામ’ ઉજવવામાં આવે છે. આ મંદિરની એવી માન્યતા છે કે ઉતસ્વના છેલ્લા દિવસ મંદિરમાં ફળ ચઢાવવાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

એવી પણ એક માન્યતા છે કે ભગવાન મુરુગનને લીંબુ ચઢાવવામાં આવે તો પરિવારમાં સુથ-સૃદ્ધિ આને ખુશહાલી આવે છે અને સંતાન પ્રાપ્તિનું વરદાન પણ મળે છે. આજ માન્યતાને કારણે જયારામ અને અમરાવતી નામના દંપતિએ ભગવાનને ચઢાવામાં આવેલું એખ લીંબુને 39 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. જ્યારે બાકીના આઠ લીંબુઓ પણ સારી એવી કિંમતમાં વેચાયા હતા. મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણમે કુલ 57,722 હજાર રૂપિયાના લીંબુઓ વેચાયા હતા. ત્યાંના લોકલ માણસોનું માનવું છે કે આ મંદિક ક્યારે બન્યું એની કોઇને જાણકારીન નથી.

 

First Published: Sunday, 27 March 2016 3:15 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories