12 વર્ષ પછી સોમવાર અને શિવરાત્રિ એક દિવસે, જાણો બીજા પણ ખાસ યોગ

By: Abpasmita.in | Last Updated: Monday, 7 March 2016 9:13 AM
12 વર્ષ પછી સોમવાર અને શિવરાત્રિ એક દિવસે, જાણો બીજા પણ ખાસ યોગ

અમદાવાદ:  સોમવારે મહાશિવરાત્રીનો પર્વ છે અને દેશ ભરમાં ભગવાન શિવની પૂજા અને અર્ચના કરાવમાં આવી રહી છે. સમગ્ર દેશમાં શિવરાત્રીના તહેવારને શ્રદ્ધાથી મનાવવામાં આવે છે. સોમવાર સવારથી જ મંદિરો અને શિવાલયોમાં ભક્તોની લાંબી લાઇનો લાગી ગઇ છે. હિંદુઓમાં શિવરાત્રીના પર્વનો મોટો મહિમા અને મહત્વ છે. હરિદ્વાર, ઉજ્જૈય અને સોમનાથમાં તો ભગવાન શિવના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

આ વખતની શિવરાત્રીના પર્વનની સૌથી ખાસ વાત એ છે કે 12 વર્ષ પછી એવો યોગ આવ્યો છે કે સોમવાર અને શિવરાત્રી એક દિવસે હોય. સોમવાર એટલે ભગવાન શિવનની આરાધનાનો દિવસ માનવામાં આવે છે. આજ કારણે સોમવાર અને શિવરાત્રી શ્રદ્ઘાળુઓ માટે વધારે ભક્તિ અને આરાધના કરીને ફળ પ્રાપ્ત કરવાનો સંયોગ છે. આ સિવાય આ વખતે શિવરાત્રીના દિવસે ધ્વજ યોગ અને વિજય યોગ પણ બન્યો છે. શિવપુરાણના કોટિરુદ્ર-સંહિતામાં જણાવ્યું છે કે શિવરાત્રીનું વ્રત રાખનાર શ્રદ્ધાળુને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે.

પુરાણોમાં શિવરાત્રીનું ઘણું મહત્વ છે શિવરાત્રીના પર્વને પુણ્યની સાથે પણ જોડવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ ટ્વિટ કરીને દેશની જનતાને શિવરાત્રીના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

First Published: Monday, 7 March 2016 9:07 AM

ટોપ ફોટો

ભારતમાં WhatsApp Business લૉન્ચ, જાણો શું છે નવું આ એપમાં
કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર કર્યા નક્કી? કયા બે નેતાઓને ઉતારી શકે છે મેદાનમાં, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
View More »

Related Stories