શનિ વક્રી યોગના કારણે ગુજરાત માટે હવે પછીના 15 દિવસ ભારે, જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર ?

By: abpasmita.in | Last Updated: Friday, 29 July 2016 9:55 AM
 શનિ વક્રી યોગના કારણે ગુજરાત માટે હવે પછીના 15 દિવસ ભારે, જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર ?

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓ અને અશાંતિનું કારણ બીજાં લોકો ગમે તે માનતાં હોય પણ જ્યોતિષીઓના મતે આ ઘટનાઓ માટે શનિ વક્રી યોગ જવાબદાર છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 9 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી શનિ વક્રી યોગ છે. આ યોગ અનુરાધા નક્ષત્રમાં છે અને તેનો સ્વામી શનિ છે. જ્યોતિષશાસ્ત્રના મતે હાલમાં રાજ્યમાં દલિત આંદોલન શરૂ થયું અને પાટીદાર આંદોલન ફરી જોર પકડી રહ્યું છે તેનું કારણ આ યોગ છે. આ યોગ ભારે અશાંતિ અને અરાજકતા સર્જે છે તે જોતાં દેશ અને ગુજરાત માટે હવે પછીના 15 દિવસ અત્યંત ભારે છે. આ પહેલાં 1984-85માં શનિ વક્રી યોગ સર્જાયો હતો. એ વખતે પહેલાં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને પછી ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન ફાટી નિકળ્યું હતું.

છ મહિના સુધી ચાલેલા આ આંદોલને ગુજરાતમાં અરાજકતા પેદા કરી દીધી હતી અને ભારે તબાહી મચાવી હતી. ગુજરાતના મુખ્યમંત્રીપદેથી માધવસિંહ સોલંકીએ રાજીનામું ધરી દેવું પડ્યું હતું.

હવે 32 વર્ષ બાદ આ શનિ વક્રી યોગ રચાયો છે ત્યારે તેનાં માઠાં પરિણામો આવી શકે તેવી ચેતવણી જ્યોતિષીઓ આપી રહ્યા છે. 1985ની જેમ આ વખતે પણ અનામત આંદોલન ભડક્યું છે તે જોતાં ફરી નેતૃત્વ પરિવર્તન થાય છે કે નહીં તે જોવાનું રહે છે.

First Published: Friday, 29 July 2016 9:55 AM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories