રવિવારે શું કહે છે તમારું રાશી ફળ, જાણો માત્ર એક ક્લિક પર

By: Abpasmita.in | Last Updated: Monday, 14 March 2016 8:03 AM
રવિવારે શું કહે છે તમારું રાશી ફળ, જાણો માત્ર એક ક્લિક પર

અમદાવાદ:  મેષ: આજનો દિવસ આપના માટે યાત્રા-પ્રવાસ દિવસ ગણાય, ભાગ્યોદયમાં ગતી ધીમી જોવાય, નોકરી ધંધામાં મધ્યમ લાભ જોવાય, દાંપત્ય જીવન સારું જોવાય, એકંદરે દિવસ સારો ગણાય.

વૃષભ: ધનની ગતિ ધીમી જોવાય, વ્યાપારમાં ઠંડુ રહે, નવા ઓર્ડરો રદ થાય, જમીન-મકાનથી લાભ થાય, વાહન યોગ પણ બની શકે, સંતાનો તરફથી ચિંતા થાય, રાજકીય ક્ષેત્રમાં સારું જોવાય, વિદ્યાર્થી-સ્ત્રી વર્ગ માટે સારું છે.

મિથુન: મન પ્રફુલ્લિત રહે, વ્યાપાર ધંધામાં મન જોડાય, વાણી ઉપર મીઠાસ જોવાય, ધર્મ કાર્યમાં ખર્ચ થાય, ભાઈ અથવા બહેનને પણ તમારાથી લાભ થાય, માતાનુ આરોગ્ય અથવા મિત્રનું આરોગ્ય તકલીફમાં મુકાય, યશ-કીર્તિ-પ્રતિષ્ઠાને સાચવવી, સંતાનના પરિણામ અભ્યાસનાસમ જોવાય.

કર્ક: નાણાંનો વ્યય થાય, કાર્ય ઉપર ભાર રહે, મનની ચિંતા વધે, અધૂરા રહેલા કાર્યોમાં બીજા નવા કાર્યો ઉમેરાય, જન્મના ગ્રહો સારા હોય તો શુભ ફળ જોઈ શકાય, તે સિવાય શુભ ફળ જોઈ શકાતું નથી.

સિંહ: સંતાનો તરફથી સારું જોવાય, ભાઈ તરફથી લાભ મળે, નાનો પ્રવાસ થાય, ખર્ચ પણ થાય, કુટુંબમાં કે પછી મોસાળ પક્ષમાં અશુભ પ્રસંગ બને, લાભ મધ્યમ જોવાય, મન આધ્યાત્મિક બને, સ્વભાવ ચંચળ રહ્યા કરે.

કન્યા: પિતા તરફથી સહકાર–હૂફ મળે, વ્યાપારમાં બપોરે 2 વાગ્યા પછીનો સમય સારો જોઈ શકાય છે. ભાઈ તરફથી લાભ થાય, આજે તમે નવુ સાહસ કરો તે સાહસ માં પૂર્ણતાઓ પ્રાપ્ત થાય નહિ.

તુલા: આજે આપને વિદેશ ગમન યાત્રા થઇ શકે, યાત્રા દરમિયાન પરિપૂર્ણતા જોઈ શકાય, કર્મ ક્ષેત્ર બળવાન બની શકે, મન ઉપર ચિત્ર-વિચિત્ર પ્રકારના વિચારોથીઓ ઘેરાઈ જાય, શનિદેવની ઉપાસના આજે કરવી. તેલ, સિંદુર અને અડદ, આકડાની માળા, ૧૧ લવિંગ ની માળા હનુમાનજી દાદાને અર્પણ કરવી.

વૃશ્ચિક: પાણીથી દુર રેહવું, જો તમે પાણી તરફ વળો તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે આ ખાડામાં કાઇ છે તો નહિ ને, ધનવાન તથા લક્ષ્મીવાનના કાર્યને બળ મળે તેવી કૃપા પ્રાપ્ત કરવા માટે સિદ્ધેશ્વરી માં ના દર્શન કરવા.

ધન: જમીન સુખ, વાહન સુખ મધ્યમ જોવાય, પત્ની તરફથી લાભ થાય, પત્નીનું મન હળવુ જોવાય, આવેલ સંકટમાંથી મુક્તિ મળે, વિદ્યાર્થી વર્ગ માટે શુભત્વ જોવાય.

મકર: આજને દિવસે અભ્યાસમાં મન પરોવાય, ગુસ્સા ઉપર કાબુ મેળવી શકો, લાભ સારા જોવાય, અગત્યની બેઠકમાં સફળતા મળે, નોકરી અને ધંધામાં આજે સારા લાભ મળી શકે, નવા ઓર્ડર પણ મળી શકે તેવા ગ્રહ સંકેત છે.

કુંભ: આ રાશિના જાતકો માટે ધીમી ગતિએ લાભ મળે, ભાઈ-બહેનનો સહકાર મળે, નાણાનો વ્યય થતો અટકે, ડાબી આંખ ઉપર નાની-મોટી તકલીફ થઇ શકે.

મીન: કુટુંબ પરિવારમાં મન-મેળ તૂટતો હોય તેવુ લાગે, મિત્રો અને સંબંધીઓ સાથે આજે નાની-મોટી બોલાચાલી થઇ શકે, વિદ્યાભ્યાસ સારો જોવાય, ધન સુખ કોઈને કોઈ અંશે પાછુ પડે, આરોગ્ય સારું જોઈ શકાય, એકંદરે દિવસ મધ્યમ છે.

First Published: Sunday, 13 March 2016 8:01 AM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories