રવિવાર ભારે પડી શકે છે કન્યા રાશીના જાતકોને, જાણો શું કહે છે તમારી રાશી

By: sanketsoni | Last Updated: Sunday, 20 March 2016 7:59 AM
રવિવાર ભારે પડી શકે છે કન્યા રાશીના જાતકોને, જાણો શું કહે છે તમારી રાશી

અમદાવાદ:  રવિવારના રોજ શું કહે છે તમારું રાશીફળ જાણો, કઇ રાશીના જાતકોએ રાખવું પડશે ધ્યાન અને કઇ રાશીના જાતકોને થસે આકસ્મિક ફાયદો

મેષ : આપના મન પરનો બોજ હળવો કરવાનો ઉપાય મળે. સ્વજન-મિત્રની મદદ જણાય. આરોગ્ય નરમ.
વૃષભઃ આપની માનસિક અશાંતિ યા મૂંઝવણો દૂર કરવા માટે જાગ્રત અને સક્રિય બનવું પડે. વિવાદ ટાળજો.
મિથુન: આપની ચિંતા-વિશાદનાં વાદળ વિખેરાતાં જણાય. આર્િથક આયોજન કરી લેજો. કૌટુંબિક કાર્ય થઈ શકે.
કર્ક: આપનો પરિશ્રમ સાર્થક અને ફળદાયી બનતો જોઈ શકશો. સ્વજન-મિત્રનો સાથ. પ્રવાસ ફળે.
સિંહ: આપના અગત્યના કામકાજ આડે જણાતી રુકાવટો દૂર થતી લાગે. ગૃહવિવાદ અટકે. મિલન-મુલાકાત.
કન્યા: આપની લાગણીઓ પર કાબૂ રાખજો. આવેશ અને ઉગ્રતા દૂર રાખજો. આપ અત્યારે નિરાંત-શાંતિનો અનુભવ કરી શકશો.
તુલા:આર્થિક કે વ્યવસાયિક બાબતો ગૂંચવાઈ હશે તો ઉકેલાય. મન હળવું બને. લાભની તક.
વૃશ્ચિકઃ આપના નોકરી યા ધંધા કે સંપત્તિનાં કામકાજો અંગે કોઈની મદદથી સફળતાના સંકેત આવી મળે. કૌટુંબિક કામ બને.
ધન: ધાર્યા કામમાં વિલંબથી સફળતા. નોકરચાકર કે હાથ નીચેના કર્મચારીથી મતભેદ નિવારજો. પ્રવાસ.
મકર: આપના મનનાં ઓરતાં મનમાં જ ન રહી જાય તે માટે યોગ્ય દિશાના પ્રયત્નો જરૃરી માનજો. નાણાભીડ.
કુંભ: આપની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ દેખાય. આવક કરતાં જાવક ન વધે તે જોજો. કૌટુંબિક બાબત ઉકેલાય.
મીન: પ્રતિકૂળતાઓ સામે ટકી શકશો અને વધુ પ્રયત્ને બહાર નીકળી સફળતા તરફ આગળ વધી શકશો. ચિંતા દૂર થાય.

 

First Published: Sunday, 20 March 2016 7:59 AM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories