અઠવાડીયાની શરૂઆતમાં શું કહે છે તમારું રાશી ભવિષ્ય, જાણો એક ક્લિક પર

By: Abpasmita.in | Last Updated: Monday, 28 March 2016 8:06 AM
અઠવાડીયાની શરૂઆતમાં શું કહે છે તમારું રાશી ભવિષ્ય, જાણો એક ક્લિક પર

અમદાવાદ: મેષ: આજના દિવસે આપને સારીવ્યક્તિની પ્રેરણા થકી કઈંક નવું શીખવાનું મળે, ધન સંપત્તિને લાગતો પ્રશ્ન જો હોઈ તો કુટુંબના વ્યક્તિઓ દ્વારા ઉકેલ મળે, સારું ભોજન અને ભજન આજે તમે કરશો, વિદ્યાર્થી વર્ગ માટે પણ દિવસ ઉત્તમ ફળ આપનાર છે.
વૃષભ: આજે આપના માટે દિવસ લાભકારી છે, લાભ સારા જોવાય, લાભની આશા આજે નકારી શકાતી નથી, ભાઈ તથા બહેનનો મિલાપ થાય, સંતાન તરફથી સારું જોવાય, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સારો છે, એકંદરે આજનો દિવસ આપના માટે લાભકારી બની શકે.

મિથુન: આજનો દિવસ આપના માટે મધ્યમ ફળ આપનારો છે, દેહસુખને લગતી પીડા થાય, આરોગ્યમાં આજે આપને ખાસ કાળજી રાખવી જરૂરી છે, પતિ અથવા પત્ની પરસ્પર તબિયત નરમ રહે, સાહસ વૃત્તિથી આપને લાભ થાય, એકંદરે આજે કોઈ લાભ પ્રાપ્ત થાય નહિ.

કર્ક: આજે આપના માટે દિવસ ની શરૂઆત સગા-મિત્ર-પત્ની-પતિ તેમજ કુટુંબના સભ્ય ની મુલાકાતથી શરૂઆત થાય, બપોર પછીનો સમય મનની અંદર હળવાસ અનુભવાય, મન ઉપર આહલાદક શાંતિ પ્રાપ્ત થાય, આજનો દિવસ સુંદર અને મજાનો દિવસ હોય.

સિંહ: આજે આપને દેહસુખ અથવા આરોગ્ય સુખાકારીમાં જે કાંઈ નાની મોટી તકલીફ થતી હોઈ તો તેની ઔષધ પ્રાપ્ત થાય, અથવા જો તમે ઔષધ લેતા હોઈ તો તેનો અંત આવે અથવા હોસ્પીટલમાં એડમીટ થયેલા હોઈ તો રજા આપે.

કન્યા: આજનો દિવસ આપના માટે શુભ ફળ આપનાર છે, સંતાન તરફથી સારા સમાચાર મળે, વિદ્યાઅભ્યાસમાં વિદ્યાર્થી વર્ગેને સારો લાભ મળે, આરોગ્ય સુખાકારી સારી જોવાય. એકંદરે આજનો દિવસ શુભ ફળ આપનાર છે.

તુલા: આજનો દિવસ આપના માટે લાભ અને વ્યય(આવક-જાવક) બંને રીતે સમ જોવાય, વ્યાપારથી અથવા ઉછીના આપેલા નાણાંથી આવક-જાવકનું સમાન અંતર રહે, કુટુંબના વ્યક્તિ સાથે નાની-મોટી બોલાચાલી થાય, નાણાંનો વ્યય થાય, જેથી સાવધાની પૂર્વક દિવસને વ્યતીત કરવો.

વૃશ્ચિક: આજનો દિવસ આપના માટે જમીન, મકાન, વાહનને લગતી ચિંતા કરાવે, સંતાન તરફથી નાની મોટી ફરિયાદ રહે, વિદ્યાઅભ્યાસમાં આજે મન લાગે નહી, ભોજનમાં રૂચી વધારે રહે,એકંદરે દિવસ મધ્યમ ફળ આપનાર છે.

ધન: આજના દિવસે આધ્યાત્મિકતાના દર્શન કરવાની ઉત્કંઠા જાગે, ધાર્મિક કાર્યમાં રૂચી રહે, દેવમંદિર, બ્રાહ્મણ, ગાયને દાન આપો, નાણાંનો વ્યય થતો અટકે, ભગવાનની કૃપા વર્ષે, ધારેલું કાર્ય પૂર્ણ થાય.

મકર: આજનો દિવસ આપના માટે સારો છે, નવું સાહસ કરશો,ભાઈ તથા બહેનના તરફથી લાભ પ્રાપ્ત થાય, વાણી ઉપર આજે સંયમ રાખવો જરૂરી છે, વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ ફળ આપનાર જોવાય છે, પતિ પત્ની માટે શુભ દિવસ છે, એકંદરે આજનો દિવસ લાભ આપનારો છે.

કુંભ: આજનો દિવસ આપના માટે મસ્તી મોજનો દિવસ છે, જો જાતકો પ્રેમસબંધમાં જોડાયેલા હોઈ તેમના માટે આજે મિલન થઇ શકે છે, બંને વચ્ચે પરસ્પર મીઠા સબંધોમાં વધારો થાય છે, એક બીજાથી મળીને અનહદ આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરે.

મીન: આજે દિવસ દિશાહીન લાગે, મનઉપર ભાર રહે, જે કાર્ય આગળથી અટકેલું હોઈ અને આજે પૂર્ણ થવાનું હોયતો તે કાર્ય આજે પૂર્ણ થઇ શકે નહિ, વ્યાપાર અને કર્મ ક્ષેત્રમાં નાણાની આવકનું સ્તોત્ર અઠવાડિયાને અંતર્ગત આજે વધારે પ્રાપ્ત થાય, દિવસ સમ-વીસમમાં છે, જેથી દરેક કાર્ય વિચાર પૂર્વક કરવું તે આપના માટે જરૂરી છે.

First Published: Monday, 28 March 2016 8:04 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories