ધન રાશીના જાતકોને આજના દિવસે થશે આકસ્મિક લાભ, જાણો શું કહે છે તમારી રાશી

By: Abpasmita.in | Last Updated: Tuesday, 15 March 2016 8:04 AM
ધન રાશીના જાતકોને આજના દિવસે થશે આકસ્મિક લાભ, જાણો શું કહે છે તમારી રાશી

અમદાવાદ:  મેષ: આજે મન પ્રફુલ્લિત રહેશે, ચિંતા હળવી થશે, આરોગ્ય સુખાકારીની દ્રષ્ટીએ જોતા થોડી તકલીફ રહેશે. કુટુંબ પરિવારથી સારું જોવાશે, ભાઈ-બહેનનો સ્નેહ જળવાશે. માતાના આરોગ્યની કાળજી રાખવી, શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય, ધંધાર્થીઓ માટે આ સપ્તાહ શુભ છે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ જોવાય છે, સ્ત્રી જાતકો માટે સારું ફળ આપનાર છે, નોકરિયાત માટે સારું જોવાય છે.

વૃષભ: આજે કૌટુંબિક ભાઈ-બહેન તરફથી લાભ મળે, મિત્ર વર્ગમાં સ્ત્રી જાતકોને પોતાની બહેનપણીથી સારું જોવાય તેના થકી નવુ કામ મળે, બહેનોને આ સપ્તાહમાં સૌદર્યની પાછળ ખર્ચ થાય, ઉત્તમ કપડાની ખરીદી થાય, શેર-શટ્ટાકીય રીતે આ સપ્તાહમાં સારું ફળ મળશે, અચાનક લાભ થાય, માતૃસુખ ,પિતૃસુખ સારું જોવાય, મોસાળ પક્ષથી લાભ થાય.

મિથુન: દેહ સ્થાને ચંદ્રથી સપ્તાહની શરૂઆત થાય છે, ધીર-ગંભીર બની દિવસની શરૂઆત થાય, આ સપ્તાહમાં પતિ-પત્ની બંને યાત્રા-પ્રવાસમાં જોડાય, ધન સુખ આ સપ્તાહમાં મધ્યમ જોવાય છે, કુટુંબ પરિવારમાં એકબીજાને પરસ્પર મન ભેદ થાય. પરંતુ જમીનને લગતા પ્રશ્નો નવા ઉભા થવાની શક્યતા છે. તંદુરસ્તીથી માનસિક ચિંતાના કારણે શરીરમાં દુઃખાવો રહ્યા કરે, પગનો દુઃખાવો આ સપ્તાહમાં વધારે જોઈ શકાય. નાનો-મોટો ઓપરેસન યોગ પણ બની શકે.

કર્ક: આ આજે શરૂઆતથી વ્યાપાર તેજ થાય, વ્યાપારમાં દારૂખાનું, અનાજ કરીયાણાના સ્ટોર વિગેરે માટે ફાયદા કારક છે. શેર-શટ્ટા વારા માટે તેજીનો લાભ મળી શકે, ઉછીના આપેલા નાણા પરત થાય, કંપનીમાં નવા ઓર્ડર મળે, નોકરિયાત વર્ગને સારું વેતન મળે, જે કાર્ય કરતા હોય તે કાર્યમાં આ સપ્તાહમાં શત્રુઓ પરાજીત થાય, પત્નીથી સારું જોવાય, તીર્થ ક્ષેત્રની યાત્રા થાય, કર્મક્ષેત્રમાં કઈંક નવીનતા જોવા મળે, લાભ સારા મળે, નાણાંનો વ્યય થતો અટકે, એકંદરે આ સપ્તાહ સારું છે.

સિંહ: આજે ગોચરમાં તમારી જન્મ રાશી ઉપરથી શુક્ર, ગુરુ, મંગળ પસાર થાય છે, જે થોડી ધન હાની કરાવે, ચિંતા કરાવે, મનમાં સ્થિરતા ના જોવાય, કુટુંબ પરિવારમાં મન-મેળ તૂટી જાય, પિતૃઓની કૃપા આ સપ્તાહમાં પ્રાપ્ત કરવી વધારે જરૂરી છે, પીપળા આગળ જઈને એક ઘીનો દીવો કરવો, પીપળાની ચારેય બાજુ ફરતે જળ ચડાવવું અને પિતૃઓને પ્રાર્થના કરવી- મારું સર્વ પ્રકારે મંગલ કરજો, ભાઈ-બહેન તરફથી મન ઉપર અસમંજસ જોવાય,

કન્યા: આજે શુભત્વ જોવાશે, પરિવારમાં મેળ જોવાશે, ભાઈ તરફથી લાભ થશે, યાત્રા કરવી નહી, યાત્રામાં વિધ્ન આવે તેવુ છે, ભૂમિથી લાભ થશે અથવા મકાન સ્થાવર મિલકતનું વેચાણ કરવાથી લાભ મળશે, માતા-પિતા તરફથી લાભ થશે, આરોગ્ય શુખાકારીમાં જોતા પેશાબને લગતી તકલીફ થાય, ડાયાબીટીસવાળી વ્યક્તિઓએ આ સપ્તાહમાં ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે, નિયમસર દવા લેવી, ડોકટરની સલાહથી આગળ વધવુ, જાત અનુભવ કરવા નહી.

તુલા: આજે આપના માટે ખર્ચ વધારે થશે, ખર્ચનું પ્રમાણ વધશે, જે ઉઘરાણી બાકી હોય તે ઉઘરાણી સમયસર નહિ મળી શકે, વાયદા ખોટા પડશે, ધારેલા કાર્યો અને શેર-શટ્ટામાં ધારેલું પરિણામ નહિ જોવાય, યાત્રા પ્રવાસ યોગ બનશે, સ્થળાંતર યોગ બનશે, ભાઈ તરફથી મદદ મળી શકે, માતા-પિતા તરફથી સહકાર મળશે, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સારું છે.

વૃશ્ચિક: આજે આપને પાણીથી દુર રેહવું જોઈએ અથવા પીવાનું પાણી જોઈ વિચારીને શુદ્ધ જળ પીવું નહિ તો પાણી જન્ય રોગો થઇ શકે છે. ડાયેરીયા, વોમિટ, મન બેચેન રેહવું, હાથ-પગ દુઃખવા વિગેરે બની શકે, તંદુરસ્તી માટે ખાસ કાળજી રાખવી આ સપ્તાહ માં જરૂરી છે. ધન સુખ સારું જોવાશે, ભાતૃ વર્ગથી લાભ થશે, ભાગીદારીથી સારું જોવાશે, પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધોમાં વધારે મીઠાસ આવશે.

ધન: આજે કુટુંબ-પરિવાર સાથે યાત્રા-પ્રવાસનો યોગ બનશે, યાત્રામાં આનંદ આવશે, ધન સુખ માધ્યમ જોવાશે, કૌટુંબિક સુખ સમ જોવાશે, રાજકીય ક્ષેત્રે પરિણામો વિપરીત જોવાશે, લાભ સાહસ કરવાથી પ્રાપ્ત થશે, મોટું સાહસ પણ આ સપ્તાહમાં થઇ શકે, ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે, પોલીસ અધિકારી વર્ગ તથા સરકારી-અર્ધસરકારી અધિકારીઓ માટે ગુપ્તચરોથી સાવધાન રહેવું.

મકર: આ રાશીના જાતકોને પોતાની વિચાર ધારા એક તરફ રાખીને આગળ વધવું જરૂરી છે, જો તમારું એક ચિત્ત હશે તો સારા લાભોને આ સપ્તાહમાં નકારી શકતા નથી, આરોગ્યથી પણ સારું જોવાય છે, કદાચ ઉમરના કારણે અથવા આકસ્મિક ઘટનાથી હદયમાં કે લોહી સંબંધી તકલીફ થાય તો તાત્કાલીક સારવાર લેવી જરૂરી છે, આમ એકંદરે વાંધો નથી, પરંતુ ગ્રહ સંકેત બતાવે છે દુર દેશમા રહેતા જાતકોને નોકરી માટેના યોગ આ સપ્તાહમાં જોઈ શકાય છે.

કુંભ: આ રાશીના જાતકોને આ સપ્તાહ દરમિયાન પરીવારથી સહકાર મળે, ભાઈ તરફથી સારો સહકાર મળે, સાહસ કરવાની જીજ્ઞાશા મનમાં જાગે, સાહસ દ્વારા સફળતાઓ પ્રાપ્ત થાય તેવા સંકેતો ગણતરીથી ખબર પડે, ભવિષ્યનું આયોજન કરવાનું હોય તો તેનો વિચારપણ આ સપ્તાહમાં આવે, નવો ધંધો ચાલુ કરવો કે કોઈની સાથે ભાગીદારી કરવી તે વિચારથી સારું જોઈ શકાય અને તેમાં સફળતાઓ પણ પ્રાપ્ત થાય, દવાઓને લગતી કંપનીમાં મુખ્ય હોદ્દા પર જો તમે હોય તો તમને સારો ફાયદો થઇ શકે.

મીન: આ સપ્તાહ દરમિયાન માતા-પિતા, ભાઈ-ભાડું વિગેરેને તંદુરસ્તી સંબંધી પીડા નકારી શકાતી નથી, તેમાં તમારે ખર્ચ કરવો પડે, ખર્ચ માટે તત્પર રહીને તમારી ફરજ અદા કરવી જોઈએ, દેવ-મંદિર ધર્મ કાર્યમાં પણ તમારો ફાળો આપવો જોઈએ, તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે દેવ-દેવીનું પૂજન આ સપ્તાહમાં કરવું જોઈએ, યાત્રા-પ્રવાસ યોગ બને, દાંપત્ય જીવન સુખ સમ જોવાય છે, ભાગ્યબળ પૂર્ણ જોવાતુ નથી, કર્મક્ષેત્રથી જોતા આ સપ્તાહમાં આવકનો સ્ત્રોત ઘટશે, પૂર્ણ રીતે આવક મળશે નહિ.

Tags: horoscope
First Published: Monday, 14 March 2016 8:02 AM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories