કુંભ રાશીના જાતકોને થસે આજે મોટો ફાયદો, જાણો શું કહે છે તમારું રાશી ભવિષ્ય

By: Abpasmita.in | Last Updated: Thursday, 14 April 2016 7:56 AM
કુંભ રાશીના જાતકોને થસે આજે મોટો ફાયદો, જાણો શું કહે છે તમારું રાશી ભવિષ્ય

અમદાવાદ: 

મેષ: ગૃહજીવનમાં તાણ આવવાની શક્યતા છે; વ્યાવસાયિક જીવન તમારા પર વિપૂલ પ્રમાણમાં સફળતાનું સિંચન કરશે એવું જણાય છે. મેષ રાશિના જાતકો આટલું વાંચીને હવામાં ઉડવા માંડતા નહીં, કેમ કે આ સફળતા થોડાક વિલંબ બાદ મળશે.

વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે સમય પ્રસન્નતાસભર રહેશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો શુદ્ધ અને પ્રેમાળ રહ્યા તો બધું જ સમૂસુતરૂં પાર ઉતરશે. તમારા લગ્ન જીવનને સંપૂર્ણ આનંદી રાખશે અને તમારા પ્રિયપાત્ર સાથેની પ્રસન્ન ક્ષણોને માણી શકશો.

મિથુન: મોટા ભાગનો સમય તમારી તરફેણમાં હોય એવું જણાય છે. એકમેક માટેનો પ્રેમ તથા કાળજી તમને તથા તમારા જીવનસાથીને નજીક રાખશે; આમ, બધી જ બાબતો તેને કારણે હાનિરહિત રહેશે. બીજી તરફ, તમારા જીવનસાથીના તમારા સગાં-સંબંધીઓ સાથેના સંબંધો ખાટા – મીઠા રહેશે.

કર્ક: વ્યક્તિગત જીવનની બાબતમાં આ વર્ષ કર્ક રાશિના જાતકો માટે અદભુત જણાય છે. આમ છતાં, પરિવારના સભ્યો સાથેના તમારા અરસપરસના સંબંધો એટલા સારા નહીં રહે. તમારા સ્વાસ્થ્ય અંગે પણ તમારે સાવચેત રહેવું પડશે, નહીંતર કોઈ મોટી બીમારી તમારા પર હુમલો કરી શકે છે.

સિંહ: તમારા જીવનનું દરેક પાસું યોગ્ય દિશામાં આગળ વધશે. તમારા જીવનસાથી તથા તમારા નિકટના અન્ય લોકો સાથેનું તમારૂં જોડાણ ઉષ્માભર્યું તથા સ્નેહાળ રહેશે. તમારી તંદુરસ્તીને જોતાં, તમારૂં વજન વધી શકે છે. વજનને અંકુશ હેઠળ રાખવા તથા તમારા શરીરને રોગમુક્ત રાખવા, ભારે ખોરાક લેવાનું બંધ કરો.

કન્યા: કમનસીબે, તમે ઈચ્છો છો એવું જોડાણ તમે તમારા જીવનસાથી સાથે નહીં માણી શકો. પરિવારના સભ્યો સાથે પણ તકરારની શક્યતાઓ જોવાય છે. એવું જણાય છે કે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કેમ કે સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી શકે છે.

તુલા: સંયુક્ત કુટુંબમાં રહેતા તુલા રાશિના જાતકો પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાના અભાવનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, વિભક્ત પરિવારમાં રહેતા તુલા રાશિના જાતકોનું પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. તમારે તમારા જીવનસાથીમાં તમારો વિશ્વાસ જાળવી રાખવો પડશે.
વૃશ્ચિક: આ એવું વર્ષ છે જેમાં વૃશ્ચિક રાશિના જાતકોએ જીવનનાં દરેક પાસાં બાબતે તેમના જીવનસાથી સાથે સહકારપૂર્વક કામ લેવું પડશે. અંગત જીવન એકધારા ચડાવઉતારમાંથી પસાર થશે. તમારા સંતાનોનું વર્તન ક્યારેક તમારી તાણનું કારણ બની શકે છે.

ધન: ધન રાશિના જાતકો અવારનવાર પરિવારના સભ્યો સાથે દલીલબાજીમાં ઉતરી પડે એવી શક્યતા છે. ભાઈ-બહેનો સાથે પણ ઝઘડાની શક્યતા છે. જીવાણુઓ અને દૂષિત ચીજો આ વર્ષમાં બીમારી નોતરી શકે છે.

મકર: અંગત જીવન તમારી અપેક્ષા પ્રમાણેની શાંતિ કે નિરાંત નહીં આપે. પરિવારના સભ્યો તથા તમારા જીવનસાથી સાથે તકરારની શક્યતાઓ નકારી શકાય નહીં, જેની અસર તમારા પારિવારિક વાતાવરણ પર પડશે.

કુંભ: ઘરેલુ મોરચો યથાવત, જણાય છે. જો કે નાની-મોટી સમસ્યાઓની શક્યતા છે, પણ સાતમા સ્થાનમાં ગૂરૂની હાજરી પરિસ્થિતિને હાથની બહાર નહીં જવા દે. મગજને લગતી કેટલીદ સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે.
મીન: પારિવારિક સ્થિતિ ખાસ આશાસ્પદ જણાતી નથી. મુશ્કેલીઓને તમારા માર્ગથી દૂર રાખવા માટે સાવચેતીભર્યું વર્તન તથા બુદ્ધિપૂર્વકના નિર્ણયો ખૂબ જ જરૂરી છે. તમારા દ્વારા થયેલી કોઈપણ ભૂલ ગંભીર પરિણામો ભરી દોરી જઈ શકે છે, આથી દરેક બાબતમાં ખૂબ જ સાવચેત રહેજો. આંતરડાં, લીવર તથા કિડની ચિંતાનું કારણ બની શકે છે.

First Published: Thursday, 14 April 2016 7:56 AM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories