મિથુન રાશીના જાતકો માટે આજનો દિવસ રહેશ સુખમય, જાણો શું કહે છે તમારું રાશીફળ

By: Abpasmita.in | Last Updated: Friday, 18 March 2016 7:44 AM
મિથુન રાશીના જાતકો માટે આજનો દિવસ રહેશ સુખમય, જાણો શું કહે છે તમારું રાશીફળ

અમદાવાદ: 
મેષ: આર્થિક ક્ષેત્રમાં વિશેષ નાણાંકીય સમસ્યાઓ પર ચિંતન. મહત્વપૂર્ણ નિર્ણયોથી લાભ પ્રાપ્તિનો યોગ. મનોરંજનમાં સમય પસાર થશે.

વૃષભ: તમારી બુદ્ધિ અને ખરા અનુમાન લગાવવાની ક્ષમતાને કારણે સફળતા અને સન્માન પ્રાપ્ત કરશો. ધન સંપત્તિના કાર્યમાં સફળતા મળવાનો પ્રબળ યોગ છે.

મિથુન: સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. શુભ સંદેશ તમને નવી દિશા આપશે. કૌટુંબિક સમસ્યાઓને અવગણવી નહીં.

કર્ક: ભાગ્યવર્ધક કાર્યોથી લાભ પ્રાપ્તિનો યોગ. ગૂઢ શોધ સંબંધી કાર્યોમાં સમય વીતશે. વરિષ્ઠ વ્યક્તિઓના વિવાદથી બચવું.

સિંહ: કુટુંબ-વ્યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ.

કન્યા: કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.

તુલા: પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.

વૃશ્ચિક: સ્વયંની યોજના મુજબ કાર્ય કરવું. સામાજિક કાર્યોમાં પોતાનો સક્રિય સહયોગ આપવો. ક્રોધ અને આવેશ પર સંયમ રાખવું.

ધન: ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિનો યોગ બનશે.

મકર: ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે. યાત્રા થઈ શકે છે. વ્યાપારી વર્ગથી લાભ થવાની શક્યતા છે.

કુંભ: બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે. કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે છે. આવકના સાધન પ્રાપ્ત થશે. કાર્ય સમય પર પૂરા થવાનો યોગ છે.

મીન: કૌટુંબિક સમસ્યાઓ કુશળતાથી નીપટાવવી. કર્મક્ષેત્ર વિશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવા માટે વિશેષ યાત્રાનો યોગ. નવા સંબંધ બની શકશે.

Tags: horoscope
First Published: Friday, 18 March 2016 7:44 AM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories