
અમદાવાદ: આજે વર્ષનું પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ છે પરંતુ ભારતમાં આ ગ્રહણની આંશિક રૂપથી અસર પડશે. તો ભારતના કેટલાક રાજ્યોમાં આની અસર ખતમ પણ થઇ ગઇ છે. આ ગ્રહણની શરૂઆત સૂર્યોદય પહેલાં થઇ ગઇ હતી અને આજ કારણે ભારતમાં આ ગ્રહણની સામાન્ય અસર વર્તાઇ રહી છે. આ ગ્રહણની ખાસ અસર પૂર્વના રાજ્યો અને કિનારાના વિસ્તારોમાં ખાસ અસર કરશે.
પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર થોડા સમય માટે આવે છે. પૃથ્વી પરથી જોતા એવું લાગે છે કે ચંદ્રએ સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી દીધો હોય. આ પ્રકારના ગ્રહણમાં સવારે પણ અંધારપટ છવાયેલો રહે છે. આ આંશિક સૂર્યગ્રહણ ભારતના મોટાભાગના શહેરોમાં જોવા મળશે.
ભારતમાં આશિક ગ્રહણની શરૂઆત સવારે 5.30 કલાકે થઇ હતી અને આની અસર સવારના 9 વાગ્યા સુધી ભારત પર રહેશે. ભારતના કેલાક રાજ્યોમાં તો આ ગ્રહણની અસર ખતમ પણ થઇ ગઇ છે. સૂર્યગ્રહણનો પૂર્ણ નજરો ઇંડોનેશિયા અને સૂમાત્રા સહિત પૂર્વીય એશિયા વિસ્તારમાં ખાસ જોવા મળશે.