સુરવીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જો સ્ક્રીન પર તેના કો-સ્ટારને કિસ કરું કે ન્યૂડ થઈ જાઉં તો પણ મારો પતિ કંઈ નહીં કહે. સુરવીને તેના બોયફ્રેન્ડ અક્ષય ઠક્કર સાથે 2015માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા, પરંતુ જાન્યુઆરી સુધી છુપાવી રાખ્યા હતા.
તેણે જણાવ્યું કે, લગ્નબાદ મારી જિંદગી વધારે સારી થઈ ગઈ છે. લોકોને મારા લગ્નના સમાચાર સાંભળી આટલું આશ્ચર્ય કેમ થયું? એક્ટ્રેસ પહેલા તેમના પ્રોફેશનલ કામ પૂરા કરીને લગ્ન કરતી હતી તે દિવસો ગયા.
લગ્ન બાદ પણ ઘણી એક્ટ્રેસ તેમની કરિયરમાં ઘણી આગળ વધી છે. મને હંમેશા એક મહત્વાકાંક્ષી છોકરી તરીકે જોવામાં આવે છે. પરંતુ તેનો મતલલ મારો લગ્નનો ઈરોદો નહોતો તેવા ન થાય. લગ્ન હોર્મનનો પણ પણ સવાલ હોય છે, તેથી યોગ્ય સમયે લગ્ન કરી લેવા જોઈએ.
તેણે કહ્યું, જ્યારે કોઈ વ્યક્તિ સાથે મારું કમ્ફર્ટ લેવલ ખૂબ સારું હોય ત્યારે તેની સાથે લગ્ન કરવા હું કેમ રાહ જોઉં. મારા પતિ મને ખૂબ સપોર્ટ કરે છે. મને જિંદગીભર એક સાથી મળી ગયો છે. તેનાથી વધારે એક સ્ત્રીને જોઈએ પણ શું ?
સુરવીને કહ્યું, હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું. હું મારા કો-સ્ટારને કિસ કરી શકી છું અને સ્ક્રીન પર ન્યૂડ પણ થઈ શકું છું. ફિલ્મની સ્ક્રીપ્ટની જે ડિમાન્ડ હોય છે તે પ્રમાણે હું બધું કરું છું. મારો પતિ મને કંઈ નહીં કહે.