પદ્માવતીને લઈને ભંણસાલીએ કરી સ્પષ્ટતા, કહ્યું- રાણી પદ્માવતી અને ખિલજી વચ્ચે કોઈ ડ્રીમ સીક્વેંસ નથી

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 9:17 PM
પદ્માવતીને લઈને ભંણસાલીએ કરી સ્પષ્ટતા, કહ્યું- રાણી પદ્માવતી અને ખિલજી વચ્ચે કોઈ ડ્રીમ સીક્વેંસ નથી

 

નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતીને લઈને ચાલી રહેલા સતત વિરોધ પર હવે ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભંણસાલીએ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે એક વીડિયો દ્વારા સ્પષ્ટતા કરી છે કે ફિલ્મમાં રાણી પદ્મિની અને ખિલજી વચ્ચે એવું કોઈ સીક્વેંસ નથી.

તમામ અફાવો પર પૂર્ણ વિરામ મુકતા ભંણસાલીએ કહ્યું કે, મે પદ્માવતીને ખૂબજ ઈમાનદારી અને જવાબદારી સાથે બનાવી છે, હું હંમેશા રાણી પદ્માવતીની કહાનીથી પ્રભાવિત રહ્યો છું. આ ફિલ્મ તેની વીરતા અને આત્મબલિદાનને નમન કરે છે. પરંતુ કેટલીક ઓફવાઓના કારણે આ ફિલ્મ વિરોધનો સામનો કરી રહી છે. તેમાં રાણી પદ્માવતી અને ખિલજી વચ્ચે ડ્રીમ સીક્વેંસ ફિલ્માવાની અફવાઓ છે.

તેમણે કહ્યું કે, મે આ પ્રકારના સીન હોવાની વાત પહેલા પણ નકારી છે. સાથે લેખિતમાં પણ આપ્યું છે. હું એક વાર ફરી કહેવા માગું છું કે, કોઈની લાગણીને ઠેસ પહુંચાડે એવું અમારી ફિલ્મમાં કોઈ સીન નથી. ફિલ્મ બનાવવામાં અમે રાજપૂત માન અને મર્યાદાનું ધ્યાન રાખ્યું છે.

જણાવી દઈએ કે, આ ફિલ્મનો વિરોધ શૂટીંગના શરૂઆતથી જ થઈ રહ્યો છે. હવે ફિલ્મ બન્યા બાદ રિલીઝનો વિરોધ નેતાઓ, રાજપૂત સંગઠનો કરી રહ્યા છે. રાજસ્થાનમાં તો ભંણસાલીની મુશ્કેલી વધારે વધી ગઈ છે ત્યાં કોઈ ડિસ્ટ્રીબ્યૂટર ફિલ્મ રિલીઝ કરવા તૈયાર નથી. ફિલ્મના રાઈટ્સ ખરીદવા પણ ઈનકાર કરી દીધો છે.

First Published: Wednesday, 8 November 2017 10:58 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી