અભિનેતા જેકી શ્રોફ અને અર્જુન રામપાલ ભાજપમાં જોડાય તેવી શક્યતા

By: abpasmita.in | Last Updated: Tuesday, 10 January 2017 3:21 PM
અભિનેતા જેકી શ્રોફ અને અર્જુન રામપાલ ભાજપમાં જોડાય તેવી શક્યતા

નવી દિલ્લી: આગામી દિવસોમા જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે, જેને લઈને રાજનેતાઓ સહિત બૉલિવુડના કલાકારો પણ ઉત્સાહીત છે. ત્યારે ભાજપમાંથી એવી ખબર સામે આવી છે કે બૉલીવુડના સ્ટાર કલાકાર જેકી શ્રોફ અને અર્જુન રામપાલ ભાજપમાં જોડાઈ શકે છે.

સુત્રોની જાણકારી મુજબ બંને સ્ટાર કલાકારો યુપીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારનો મહત્વનો હિસ્સો બનશે.

ન્યૂઝ એજંસી એએનઆઈએ પણ પોતાના એક ટ્વીટમાં કહ્યું કે જેકી શ્રોફ અને અર્જુન રામપાલ ભાજપમાં જોડાઈ શકે છે. ખબર આવી છે કે જેકી શ્રોફ અને અર્જુન રામપાલ આજે દિલ્લી સ્થિત ભાજપા કાર્યાલાયમાં પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત કરશે.

હાલમાં જ જાણીતા મ્યૂઝિક ડાયરેક્ટર સાજિદ વાજિદ પણ ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનિય છે કે ફેબ્રુઆરી અને માર્ચમાં પાંચ રાજ્યોની ચૂંટણી યોજાનારી છે, જેમાં પંજાબ અને યૂપી મુખ્ય છે. પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં ભીડ એકઠી કરવા માટે બૉલીવુડનો સહારો લેતા હોય છે.

 

 

First Published: Tuesday, 10 January 2017 3:21 PM

ટોપ ફોટો

SBIમાં 27 હજાર કર્મચારીઓની નોકરી જશે, નવી ભરતીમાં પણ 50 ટકાનો ઘટાડો!
સામાજિક યોજનાઓ માટે આધાર ફરજિયાત ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ
Jio પ્રાઈમ મેમ્બરશિપ માટે ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ
View More »

Related Stories

25 માર્ચથી 1 એપ્રિલ સુધી ખુલી રહેશે તમામ બેંક, RBIએ શનિવાર અને રવિવારે પણ કામ કરવાનો આપ્યો આદેશ
25 માર્ચથી 1 એપ્રિલ સુધી ખુલી રહેશે તમામ બેંક, RBIએ શનિવાર અને રવિવારે પણ...

મુંબઈઃ 25 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેટલાક

Recommended