‘લગાન’ માં અભિનય કરનારા શ્રીવલ્લભ વ્યાસનું નિધન, છેલ્લા સમયે આમિરે કરી હતી પરિવારની મદદ

By: abpasmita.in | Last Updated: Sunday, 7 January 2018 6:28 PM
‘લગાન’ માં અભિનય કરનારા શ્રીવલ્લભ વ્યાસનું નિધન, છેલ્લા સમયે આમિરે કરી હતી પરિવારની મદદ

મુંબઈ: આમિર ખાનની ફિલ્મ ‘લગાન’માં ઈશ્વર કાકાનો રોલ કરનારા વલ્લભ વ્યાસનું નિધન થયું છે. શ્રીવલ્લભ વ્યાસને 8 વર્ષ પહેલા લકવાગ્રસ્ત થયા હતા. વર્ષ 2013માં પરિવારને આથિક તંગી અને સારવારના કારણે જેસલમેરથી જોધપુરમાં શિફ્ટ કરાયા હતા.

તેમના પત્ની શોભા વ્યાસ મુજબ તે સમયે સિનેમા અને ટેલિવિઝન એસોસિએશને તેમની કોઈપણ મદદ નહોતી કરી. આમિર ખાન તરફથી તેમને આર્થિક મદદ ખૂબ મળી છે. તેની મદદના કારણે જ અમે જયપુરમાં 3 બેડરૂમના મકાનમાં ભાડા પર રહીએ છીએ. આમિર મારી દિકરીઓની શાળાની ફિ અને શ્રીવલ્લભનો મેડિકલ ખર્ચ પણ આપે છે.

આમિર ખાન બાદ એક્ટર ઈમરાન ખાન અને મનોજ વાજપેયીએ પણ શ્રીવલ્લભ વ્યાસની ખૂબ જ મદદ કરી છે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી રાજ્ય સરકાર અને કલા જગતે તેમની કોઈ મદદ નથી કરી.

ઉલ્લેખનિય છે કે 2008માં શ્રીવલ્લભ ગુજરાતના રાજપીપળામાં ભોજપુરી ફિલ્મના શુટિંગ દરમિયાન બાથરૂમમાં પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યાંથી તેમને વડોદરા લઈ જવાયા હતા, જ્યાં હોસ્પિટલમાં તેમના માથાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ ડૉક્ટરોએ કહ્યું હવે તે સુરક્ષિત છે.

1991માં શ્રીવલ્લભ વ્યાસે ફિલ્મ ઈંડસ્ટ્રી તરફ પ્રયાણ કર્યું હતું. શ્રીવલ્લભે સરદાર, શાહરૂખ ખાન સાથે માયા મેમ સાહબ, વેલકમ ટુ સજ્જનપુર, સરફરોશ, લગાન, બંટી ઔર બબલી, ચાંદની બાર અને વિરૂદ્ધ સિહત આશરે 60 ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે.

 

First Published: Sunday, 7 January 2018 6:28 PM

ટોપ ફોટો

ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
સુરતઃ પતિએ પોતે પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યો, પછી ઢોર માર માર્યો ને ........
પ્રેમિકા સાથે રહેવા યુવકે ચોરી કરી 50 બાઇક, છતાં અન્ય સાથે ભાગી ગઇ
View More »

Related Stories

23 જાન્યુઆરીએ થશે ધારાસભ્યોની શપથવિધિ,  જાણો ક્યારે શરૂ થશે બજેટ સત્ર
23 જાન્યુઆરીએ થશે ધારાસભ્યોની શપથવિધિ, જાણો ક્યારે શરૂ થશે બજેટ સત્ર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક મહિનાથી વધુ સમય બાદ

વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14મી તારીખ બાદ થશે શરૂ: Dy CM નીતિન પટેલ
વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14મી તારીખ બાદ થશે શરૂ: Dy CM નીતિન પટેલ

ગાંધીનગર: વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14 જાન્યુઆરી બાદ મળશે. નાયબ