‘સલમાન એકદમ છિછોરા હૈ’, પાકિસ્તાનની અભિનેત્રીનું સ્ફોટક નિવેદનઃ રણબીર, ઈમરાન, રીતિક વિશે શું કહ્યું ? જુઓ વિડીયો

By: abpasmita.in | Last Updated: Saturday, 18 February 2017 9:40 AM
‘સલમાન એકદમ છિછોરા હૈ’, પાકિસ્તાનની અભિનેત્રીનું સ્ફોટક નિવેદનઃ રણબીર, ઈમરાન, રીતિક વિશે શું કહ્યું ? જુઓ વિડીયો

પાકિસ્તાની અભિનેત્રી સબા કમરનો વર્ષ 2015નો એક વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સબા ભારતીય અભિનેતાઓ વિષે ટિપ્પણી કરી રહી છે.

પાકિસ્તાની શો ગુડ મોર્નિંગ ઝીંદગી પર સબાએ ભારતીય એક્ટર્સ જેમ કે સલમાન ખાન, રિતીક રોશન, ઈમરાન હાશ્મી વગેરે વિષે કમેન્ટ્સ કરી હતી.

આ શોના એક ભાગનો વીડિયો યુટ્યુબ પર મે, 2015માં પોસ્ટ થયો છે. જેમાં આ શોની હોસ્ટ નૂર બુખારી સબાને બોલીવુડ એક્ટર્સના કેટલાક ફોટો બતાવે છે અને સબાએ આ તમામની ઓફર્સને કાલ્પનિક પરિસ્થિતિના આધારે નકારવા કહે છે. અને તેનું કારણ પણ સબાએ કહેવાનું છે.

રિતીક રોશનની તસવીર જોઈને સબા કહે છે કે, તે બે છોકરાનો પિતા છે એટલે તેને રિજેક્ટ કરશે. ઈમરાન હાશ્મી વિષે તે કહે છે કે, મારે મોઢાનું કેંસર નથી જોતું માટે હું તેમની સાથે ફિલ્મ નહિ કરું.

રિતેશ દેશમુખનો ફોટો જોઈને સબા કહે છે કે, પોતાના દેશમાં તે એ ગ્રેડ એક્ટ્રેસ છે અને તે ભારતમાં પણ માત્ર એ-ગ્રેડ એક્ટર્સ સાથે જ કામ કરવા માગે છે.

સલમાન ખાનને રિજેક્ટ કરતા તે કહે છે કે તે છીછોરા છે. અને તેમને ડાંસ કરતા નથી આવડતું.

પણ એ એક એક્ટર જેને સબાએ રિજેક્ટ ન કર્યો તે છે રણબીર કપૂર. રણબીરનો ફોટો જોઈને સબાએ કહ્યું કે હું તેની માટે તૈયાર છું. પણ થોડી વારમાં સબાએ રણબીરને પણ ના પાડતા કહ્યું કે તેનું દિપીકા સાથે ચક્કર છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પાક. એક્ટ્રેસ માહિરા ખાનનો પણ એક જૂનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તે બોલીવુડને કેમ નાપસંદ કરે છે તે કહ્યું હતું. આ વીડિયો 2011માં કોમેડિયન ઓમર શરીફના શોનો હતો.

સબા પણ આ વર્ષે એક બોલીવુડ ફિલ્મમાં જોવા મળશે. સબા ઈરફાન ખાન સાથે ‘હિંદી મીડિયમ’માં દેખાશે જે 12મી મેએ રીલિઝ થશે.

 

First Published: Friday, 17 February 2017 11:36 AM

ટોપ ફોટો

રાજકોટ શાર્પશૂટર મામલે મોટો ખુલાસો, અનિસ ઇબ્રાહિમ અને અશફાક ખત્રી વચ્ચે હતી ધંધાકીય અદાવત
કોણ છે આ જામનગરના ઉદ્યોગપતિ, જેને મારવા માટે ડી-ગેંગને અપાઇ 10 લાખની સોપારી? જાણો
ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય
View More »

Related Stories

જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર
જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર

રાજકોટ: રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીને મારવા આવનારા ડી

કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો
કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો

રાજકોટઃ રાજકોટ પોલીસે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી એક ખાનગી બસમાં મુસાફરી

Recommended