5 કરોડની છેતરપિંડી મામલે રાજપાલ યાદવ દોષિત, 23 એપ્રિલે થઈ શકે છે સજા

By: abpasmita.in | Last Updated: Saturday, 14 April 2018 2:37 PM
5 કરોડની છેતરપિંડી મામલે રાજપાલ યાદવ દોષિત, 23 એપ્રિલે થઈ શકે છે સજા

નવી દિલ્લી: દિલ્લીની કડકડડ્મા કોર્ટે બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ અને તેની પત્નીની કંપનીને 5 કરોડની છેતરપિંડી મામલે દોષી ઠેરવ્યા છે. કોર્ટનો આ નિણય 2010માં 5 કરોડ રૂપિયા લઈને તેને ચૂંકવવામાં નહી આવતા કરાયો છે.

જાણકારી મુજબ, રાજપાલ યાદવે અતા પતા લાપતા નામની એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ માટે તેણે દિલ્લીના એક બિઝનેસમેન પાસેથી 5 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. 2 નવેમ્બર 2012ના રાજપાલ યાદવની ફિલ્મ પણ રીલિઝ થઈ ગઈ પરંતુ તેમણે ઉછીના લીધેલા પૈસા પરત ન કર્યા. ત્યારબાદ કોર્ટમાં હાજર રહેવા માટે ઘણા બધા સમન્સ પણ મોકલવામાં આવ્યા પરંતુ તે વધુ એક વખત કોર્ટ ન પહોંચ્યા. આ સાથે જ તેમના વકીલે કોર્ટમાં ખોટુ એફિડેવિટ રજૂ કર્યું હતું. જેના કારણે કોર્ટ તેનાથી નારાજ હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્લી હાઈકોર્ટે આ મામલે રાજપાલ યાદવને વર્ષ 2013માં 10 દિવસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જાણકારી મુજબ આ મામલે 23 એપ્રિલે સજાની જાહેરાત થઈ શકે છે.

First Published: Saturday, 14 April 2018 2:26 PM

ટોપ ફોટો

જમ્મુ-કાશ્મીર: કઠુઆ ગેંગરેપ કેસમાં થયો મોટો ખુલાસો, જાણો વિગત
ક્રિસ ગેઈલે સેન્ચુરી પછી જેની સામે જોઈ બાળક રમાડવાનો સંકેત કર્યો એ યુવતી છે કોણ ?
રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં બનાવ્યો 6 BHKનો ભવ્ય મહેલ, જાણો કોણે કર્યો સૌથી પહેલાં ગૃહપ્રવેશ?
View More »

Related Stories

કૉંગ્રેસ સહિત વિપક્ષી દળોની આજે મહત્વની બેઠક, CJI દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર થઈ શકે છે ચર્ચા
કૉંગ્રેસ સહિત વિપક્ષી દળોની આજે મહત્વની બેઠક, CJI દીપક મિશ્રા વિરુદ્ધ...

નવી દિલ્હી: સોહરાબુદ્દીન એનકાઉન્ટર મામલાની સુનાવણી કરી રહેલા જજ લોયાની

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ડાઉન, હેક થયાની શંકા
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ડાઉન, હેક થયાની શંકા

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ગુરૂવારે હેક થઈ ગઈ. તેને લઈને દાવો

શિવસેનાના સાંસદની બેન્ક પર RBIએ લગાવ્યા નિયંત્રણો, છ મહિનામાં એક હજાર જ કાઢી શકશે ગ્રાહકો
શિવસેનાના સાંસદની બેન્ક પર RBIએ લગાવ્યા નિયંત્રણો, છ મહિનામાં એક હજાર...

નવી દિલ્હીઃ દેશના 10 રાજ્યોના લોકો હાલમાં કેશની અછતનો સામનો કરી રહ્યા છે.