'ટ્યુબલાઇટ'ની રીલિઝ અગાઉ સલમાનનું વિવાદીત નિવેદન, કહ્યું-'જે યુદ્ધ ઇચ્છે છે તેમને બંદૂક આપી દો'

By: abpasmita.in | Last Updated: Wednesday, 14 June 2017 4:48 PM
'ટ્યુબલાઇટ'ની રીલિઝ અગાઉ સલમાનનું વિવાદીત નિવેદન, કહ્યું-'જે યુદ્ધ ઇચ્છે છે તેમને બંદૂક આપી દો'

નવી દિલ્હીઃ ભારતના પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને મોટું નિવેદન આપ્યું છે. એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં સલમાન ખાને કહ્યું કે, જે યુદ્ધનો આદેશ આપે છે તેમના હાથમાં ગન આપી દેવી જોઇએ.

મુંબઇમાં આયોજીત ફિલ્મ ટ્યૂબલાઇટના પ્રમોશન દરમિયાન આજે સલમાન ખાને એક  સવાલના જવાબમાં કહ્યું કે, જે યુદ્ધનો આદેશ આપે છે તેમના હાથમાં બંદૂક આપી દેવી જોઇએ. એવું કરીશું તો તેના હાથ અને પગ કાંપવા લાગશે અને યુદ્ધના બદલે વાતચીત શરૂ થઇ જશે.

સલમાન ખાને આગળ કહ્યું કે, જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે બંન્ને તરફ લોકો મરે છે. જવાનોના માતાપિતા અને તેમના પરિવારે તેમના વિના આખી જિંદગી પસાર કરવી પડે છે. સલમાન ખાનના ભાઇ સોહેલ ખાને પણ કહ્યું કે, તમે કોઇને પણ પૂછી લો કોઇ પણ નહીં કહે કે યુદ્ધ સારી વાત છે.

સલમાન ખાનનું આ વિવાદીત નિવેદન તેની આવનારી ફિલ્મ ટ્યુબલાઇટના પ્રચાર માટે કરવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મ 25 જૂનના રોજ રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મ 1972ના ભારત-ચીન યુદ્ધ પર આધારિત છે.

 

First Published: Wednesday, 14 June 2017 4:48 PM

ટોપ ફોટો

આ બોલ્ડ એક્ટ્રેસે પોસ્ટ કરી બિકીનીમાં તસવીર, થઈ વાયરલ
યુવક-યુવતીને નગ્ન કરી બર્બરતા આચરતો વીડિયો ક્યાંનો છે? સરકારે શું કરી ચોખવટ?
પ્રેગનન્સીમાં યોગા કરતા ફોટાથી સોહાએ સૌને ચોંકાવ્યા, જાણો કેમ જરૂરી છે પ્રેગનન્સીમાં યોગા
View More »

Related Stories

નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી જોઈએ નહીં
નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી...

નવી દિલ્લી: સેંસર બોર્ડના અધ્યક્ષ પદેથી સસ્પેંડ થયા પછી પહલાજ નિહલાનીએ