કઠુઆ ગેંગરેપ પર ગુસ્સામાં તાપસી, કહ્યું- ધર્મના આધાર પર થવા લાગ્યા છે રેપ

By: abpasmita.in | Last Updated: Friday, 13 April 2018 11:33 AM
કઠુઆ ગેંગરેપ પર ગુસ્સામાં તાપસી, કહ્યું- ધર્મના આધાર પર થવા લાગ્યા છે રેપ

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં કઠુંઆમાં આઠ વર્ષની બાળકી પર ગેંગરેપ અને હત્યા મામલે દેશભરમાં ગુસ્સો છે. આ ઘટનાઓ રાજકીય રંગ લઇ લીધો છે. આખા દેશમાં લોકો પીડિતાને ન્યાય આપવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ આ ઘટનાને લઇને પ્રતિક્રિયા આપી છે. બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ કઠુઆ ગેંગરેપ મામલે તીખો સવાલ કર્યો છે.

તાપસીએ ટ્વિટમાં લખ્યું કે, તો હવે દેશમાં રેપ ધર્મના આધાર પર થવા લાગ્યા છે. હાલની સ્થિતિને જોતા તો એવું જ લાગી રહ્યું છે. શું આપણે એકબીજા પર નિર્લજ્જ થઇને આંગળી ઉઠાવવાનું બંધ કરી શકીએ નહીં. આપણે તમામ લોકોએ એ માનવું પડશે કે આખા દેશે આ ધૃણિત ગુનાને મજાક બનાવી દીધો છે.

તાપસી સિવાય અક્ષય કુમારે પણ લખ્યુ કે, એક સોસાયટી તરીકે આપણે તમામ લોકો ફરીએકવાર નિષ્ફળ ગયા છીએ. કઠુઆ પીડિતાને લઇને જે ખુલાસાઓ થઇ રહ્યા છે તેણે મારા દિમાગને પુરી રીતે અસ્થિર કરી દીધું છે. બહુ જલદી ન્યાય મળવો જોઇએ.

First Published: Friday, 13 April 2018 11:33 AM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ