Video: 'ધ ગાઝી અટેક'નું ટ્રેલર રીલિઝ, ભારત-પાકિસ્તાન વચ્ચેના અંડર વોટર યુદ્ધની દિલધડક કહાની

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 6:12 PM
Video: 'ધ ગાઝી અટેક'નું ટ્રેલર રીલિઝ, ભારત-પાકિસ્તાન વચ્ચેના અંડર વોટર યુદ્ધની દિલધડક કહાની

મુંબઈ: ધર્મા પ્રોડક્શનની ‘ધી ગાઝી અટેક’નું ટ્રેલર લૉંચ થયુ છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના યુદ્ધ અને તેના શહીદોની વાત કહે છે. ફિલ્મમાં રાણા દગ્ગુબાટી અને તાપસી પન્નુ લિડ રોલમાં છે. ઓમ પુરી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં દેખાય છે.

કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ભારતની આ પહેલી દરિયાઈ યુદ્ધની ફિલ્મ છે. આ ફિલ્મ એક ક્લાસિફાઈડ મિશનની વાત છે જેની આપને માહિતી નહિ હોય. ગાઝી અટેક એક અદભૂત અંડર વોટર એક્શનની કહાની છે. ભારતીય સબમરીન S-21માં ભારતીય જવાનોએ પાકિસ્તાની સબમરીન PNS ગાઝીને ધ્વસ્ત કરી હતી. પાકિસ્તાનની આ સબમરીન 1971માં INS વિક્રાંતને તોડી પાડીને વિશાખાપટ્ટનમ પોર્ટ પર કબજો કરવાના ધ્યેયથી ભારતીય જળસીમામાં પ્રવેશી હતી. આ ફિલ્મમાં એક્ઝિક્યુટીવ નેવલ ઓફિસર અને તેમની ટીમે 18 દિવસ અંડર વોટર રહીને પાકિસ્તાનને હરાવ્યું હતું.

ધર્મા પ્રોડક્શન અને એ.એ. ફિલ્મ્સની ગાઝી અટેક 17 ફેબ્રુઆરી 2017ના રોજ રીલિઝ થઈ રહી છે.

First Published: Wednesday, 11 January 2017 1:54 PM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ