ડેટા લીક વિવાદ: ફેસબુકે યૂઝર્સના ડેટા સુરક્ષિત રાખવા માટે 'પાર્ટનર કેટેગરી' બંધ કરી

By: abpasmita.in | Last Updated: Thursday, 29 March 2018 5:16 PM
ડેટા લીક વિવાદ: ફેસબુકે યૂઝર્સના ડેટા સુરક્ષિત રાખવા માટે 'પાર્ટનર કેટેગરી' બંધ કરી

નવી દિલ્લી: સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુકે ડેટા લીક વિવાદ બાદ મોટુ પગલુ ભરવાનો નિર્ણય કર્યો છે. યૂઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે ફેસબુકે પોતાની વેબસાઈટમાં કેટલાક ફેરફારો કર્યા છે. ફેસબુકે જાહેરાત કરી છે કે તેઓ હવે એડની એક ફોર્મ પાર્ટનર કેટેગરીને બંધ કરી રહ્યું છે.

પાર્ટનર કેટેગરીના કારણે થર્ડ પાર્ટી એપ્સના માધ્યમથી જરૂરી ક્લાઈંટની ગતિવિધિઓનું ડેટા એક્સપીરિયન્સ અને એસીઓમ જેવા એગ્રીગેટર્સ ઓફલાઈન વ્યવસ્થા કરવામાં આવે છે. આ ડેટાની મદદથી એડનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. ફેસબુકનો આ નિર્ણય કેમ્બિજ એનાલિટિકાના ડેટા લીક વિવાદ બાદ આવ્યો છે. પાર્ટનર કેટેગરી થર્ડ પાર્ટી એપની મદદથી ડેટા ભેગા કરવાનું કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, પાર્ટનર કેટેગરી એ નથી જેના કારણે કેમ્બિજ એનાલિટિકાના અમેરિકા અને બ્રિટનના 5 કરોડ લોકોના પ્રોફાઈલથી ડેટા મેળવવામાં આવ્યો હતો. કેમ્બિજ એનાલિટિકાના નવા થર્ડ પાર્ટી એપ્સની મદદથી લોકોનો ડેટા એકઠો કર્યો હતો અને ફેસબુકની ડેટા પૉલીસીનું ઉલ્લંધન કર્યું હતું.

ઉદાહરણની વાત કરવામાં આવે તો પેપ્સી જેવી કંપનીઓ ફેસબુક પર જાહેરખબરો આપે છે, તો પાર્ટનર કેટેગરીનો ભાગ હોવાના કારણે એ લોકોના પ્રોફાઈલ વિશેની જાણકારી મળે છે. ફેસબુકને આ કંપનીઓ રેવન્યૂ આપવાનું કામ કરે છે. પરંતુ પાર્ટનર કેટેગરી બંધ થવાના કારણે જાહેરખબર કંપનીઓ લોકોનો ડેટા મેળવી નહી શકે.

First Published: Thursday, 29 March 2018 5:16 PM

ટોપ ફોટો

સુરત: ખટોદરા વિસ્તારમાં કિન્નરની હત્યા, બે કિન્નર જૂથ વચ્ચેની અદાવતમાં હત્યા થયાની શંકા
હાર્દિક પંડ્યાએ ખરીદી Audi A6 કાર, જાણો શું છે તેની કિંમત
કપડવંજઃ NRI યુવકે પત્નીના ત્રાસથી જન્મદિવસે જ કર્યો આપઘાત, FB પર મિત્રતા થયા પછી કર્યા હતા લગ્ન
View More »

Related Stories