ઝકરબર્ગ બીજી વખત બન્યો પિતા, પુત્રી August માટે લખ્યો આવો ઈમોશનલ લેટર, જાણો

By: abpasmita.in | Last Updated: Tuesday, 29 August 2017 4:54 PM
ઝકરબર્ગ બીજી વખત બન્યો પિતા, પુત્રી August માટે લખ્યો આવો ઈમોશનલ લેટર, જાણો

 

નવી દિલ્લી: ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ બીજી વખત બાળકીના પિતા બની ગયા છે. ખાસ વાત એ છે કે ઓગસ્ટ મહીનામાં જન્મેલી દિકરીનું નામ ઝકરબર્ગે August રાખ્યું હતું. આ ખુશીની જાહેરાત કરતા ઝકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા  ચાને ફેસબુક પર ફેમિલી ફોટોની સાથે એક લેટર શેયર કર્યો છે.

પત્રમાં ઝકરબર્ગે લખ્યું, ‘જ્યારે તારી બહેનનો જન્મ થયો ત્યારે અમે તે દુનિયાનું વિચારીને એક પત્ર લખ્યો, જેમાં તારી બહેન મેક્સિમા અને હવે તું મોટી હોઈશ. એક એવી દુનિયા જ્યા ઉચ્ચ અભ્યાસ, ઓછી બિમારઓ, મજબૂત સમૂદાય અને લોકોમાં સમાનતા હશે. તે સાઈન્ય અને ટેક્નોલોજીના જનરેશનમાં જન્મ દીધો છે. અમાર જીંદગી કરતા તારી જીંદગી ખુબ સારી હશે. જેને સારી બનાવવી અમારી જવાબદારી છે.
આગળ લખ્યું છે કે, જ્યારે તું મોટી થઈશ ત્યારે તું વ્યસ્ત થઈ જઈશ, જેના કારણે અમે આશા રાખીએ છીએ કે તું તારા બાળપણને જાણી શકે. તું ફૂલોની સુંગધને મહેસૂસ કરીશ અને તેના પાંદડા ભેગા કરીશ. તું અમારી લિવિંગ રૂમ અને યાર્ડમાં ખુબ દોડીશ. મને લાગે છે કે તને ઉંઘવું વધારે ગમે છે. તું તારા સપનાઓમાં પણ એવું મહેસૂસ કરીશ કે અમે તેને કેટલો પ્રેમ કરીએ છીએ. જેના કારણે તું તારી વાર્તાઓ જાતે બનાવીશ. તું તારી મોટી બહેન મેક્સની સાથે રમતી હોઈશ.

પત્રમાં વધુમાં લખ્યું છે કે, બાળપણ ખૂબજ પ્રેમાળ વસ્તુ છે. જિંદગીમાં બાળપણ એક વાર જ મળે છે, જેને તું ભવિષ્યની ચિંતામાં બરબાદ ના કરતી કારણ કે તેના માટે અમે હાજર છીએ. અને અમે પૂરી કોશિશ કરીશું કે આ દુનિયામાં તમારા માટે અને તમારા જનરેશનમાં જન્મેલા તમામ બાળકો માટે સારું બનાવી શકીશું.
છેલ્લે પત્રમાં લખ્યું છે કે, August અમે તને ખુબ પ્રેમ કરીએ છીએ અને અમે આવનાર સમય માટે ઉત્સાહિત છે અને અમે આશા રાખીએ છીએ કે તમાર જિંદગી સારી અને પ્રેમાળ ભરી હોય.

First Published: Tuesday, 29 August 2017 4:54 PM

ટોપ ફોટો

ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
View More »

Related Stories