હવે ફેસબુક કહી દેશે તમારો ફોટો કોણ કરી રહ્યું છે અપલૉડ, આવ્યું આ નવું ફિચર

By: abpasmita.i | Last Updated: Thursday, 21 December 2017 3:18 PM
હવે ફેસબુક કહી દેશે તમારો ફોટો કોણ કરી રહ્યું છે અપલૉડ, આવ્યું આ નવું ફિચર

નવી દિલ્હીઃ ફેસબુક યૂઝર્સ માટે એક સારા સમાચાર છે, કંપનીએ હવે સિક્યૂરિટી માટે નવુ ફિચર લૉન્ચ કરી દીધું છે. જેમાં જો કોઇ વ્યક્તિ તમારો ફોટો અપલૉડ કરશે તો તેનું નોટિફિકેશન તરતજ તમને મળી જશે, એટલે કે નોટિફિકેશન મળતા તમે જાતે આ ફોટામાં પોતાને ટેગ કરી શકશો અથવા તો તે વ્યક્તિને ફોટો હટાવવાનું કહી શકો છો. ખાસ વાત એ છે કે કોઇ તમને પુછ્યા વિના તમારો ફોટો અપ નહીં કરી શકે. આ ફિચરને ફેસબુકે ફેસ રિકૉગ્નિશન ગણાવ્યું છે.

 

ફેસ રિકૉગ્નિશન કરે છે
આ ફિચરની મદદથી ફોટોઝના પિક્સલને એનાલાઇઝ કરીને ટેમ્પલેટ જનરેટ કરવામાં આવે છે. જેવો ફેસબુક પર ફોટો કે વીડિયો અપલૉડ થાય ત્યારે ફેસબુક આના જનરેટ કરેલા ટેમ્પલેટને ઓળખી લે છે.

 

Facebok 02

 

આ ફિચર મોટાભાગના દેશોમાં શરૂ થઇ ચૂક્યું છે, જોકે આને કેનેડા અને યુરોપિયન યૂનિયનમાં લાગુ નથી કરવામાં આવ્યું. ફેસબુક અહીં ફેસ રિકૉગ્નિશન ટેકનોલૉજી નથી આપતું. યૂઝર્સ આ ફિચરને યૂઝ કરવા ના માંગે તો આને ઓફ કરીને રાખી શકે છે.

First Published: Thursday, 21 December 2017 3:18 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories