મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, કાર્યકારી CM તરીકે સંભાળશે પદ

By: abpasmita.in | Last Updated: Thursday, 21 December 2017 7:36 PM
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, કાર્યકારી CM તરીકે સંભાળશે પદ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ 13મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળે આજે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી વલ્લભ કાકડિયા, જયેશ રાદડિયા અને શંકર ચૌધરી પણ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ ઓપી કોહલીને રાજીનામુ આપ્યું છે. નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર અટકળો ચાલી રહી છે. જો કે નવા મુખ્યમંત્રીની નિમણૂંક થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રીનું પદ વિજય રૂપાણી સંભાળશે.

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ બંધારણના અનુચ્છેદ 174ના ખંડ બેના પેટા ખંડ ખથી મળેલી સત્તાની રૂએ 13મી વિધાનસભાનું વિસર્જન કર્યું છે. સચિવાલયે આ મામલે અધિસૂચના પણ જાહેર કરી છે. એટલે કે, 13મી વિધાનસભામાં જે ધારાસભ્યો હતા તે હવે ધારાસભ્યો રહ્યા નથી. જો કે, ભાજપની નવી સરકાર રચાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેશે. આ તરફ કેંદ્રીય ચૂંટણી પંચના બેથી ત્રણ પ્રતિનિધિઓ આજે ગુજરાત આવશે. અને વિજેતા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરશે. તો બીજી તરફ નવી સરકાર રચવા અને મુખ્યમંત્રીનું નામ પસંદ કરવા આવતીકાલે ભાજપ વિધાનસભા પક્ષની મહત્વની બેઠક મળશે.

First Published: Thursday, 21 December 2017 5:11 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories