ગાંધીનગરઃ નીચી જાતિના મૂછ કેવી રીતે રાખી શકે એમ કહીને દલિત યુવકને માર્યો માર

By: abpasmita.in | Last Updated: Friday, 29 September 2017 2:49 PM
ગાંધીનગરઃ નીચી જાતિના મૂછ કેવી રીતે રાખી શકે એમ કહીને દલિત યુવકને માર્યો માર

અમદાવાદઃ ગાંધીનગરથી અંદાજે 15 કિલોમીટર દૂર એક દલિત યુવકને સ્ટાઈલિશ મૂંછ રાખવા પર કથિત રીતે ઉંચી જાતીના લોકોએ ઢોર માર માર્યો છે. ગાંધીનગરના કાલોલ તાલુકામાં લિંબોદરા ગામના રહેવાસી પીડિત પીયૂષ પરમાર (25)એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, વિતેલા 25 સપ્ટેમ્બરે દરબાર સમુદાયના લોકોએ તેની સાથે મારપીટ કરી. કારણ કે તેમને દલિત સમુદાયનો યુવક મૂંછ રાખે તે પસંદ ન પડ્યું.

આ મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપીની ઓળખ મયૂર સિંહ વાઘેલા, વિક્રમસિંહ અને અજીત સિંહ વાઘેલા તરીકે થઈ છે. કેસની તપાસ એસપી સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. એફઆઈઆર અનુસાર પીયૂષ પરમાર જે ગાંધીગરની એક ખાનગી ફર્મમાં કામ કરે છે પોતાના પિતરાઈ ભાઈ દિગાંત મહેરિયાની સાથે ગરબા જોઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેને જાતિસૂચક ગંદી ગાળો આપી હતી.

પીડિત પરમારે ટીઓઆઈને જણાવ્યું, ત્યાં ખૂબ જ અંધારું હતું. અમને કંઈ દેખાતું ન હતું. જ્યાંથી ગાળોનો અવાજ આવી રહ્યો હતો ત્યાં અમે પહોંચ્યા. ત્યાં દરબાર સમુદાયના ત્રણ યુવક હતા. જોકે કોઈપણ પ્રકારના ઝઘડાથી બચવા માટે અમે તેમને અવગણ્યા. પરંતુ તે અમારો પીછો કરતાં ઘર સુધી આવ્યા અને ફરીથી ગાળો આપવા લાગ્યા. તેમણે પહેલા દિગાંતને માર માર્યો અને પછી મને પણ માર માર્યો. તે વારંવાર પૂછી રહ્યા હતા કે નીચી જાતિના હોવાને કારણે હું મૂંછ કેવી રીતે રાખી શકું. આરોપી વિરૂદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 323, 504 અને 114 અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે.

First Published: Friday, 29 September 2017 10:18 AM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં