વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14મી તારીખ બાદ થશે શરૂ: Dy CM નીતિન પટેલ

By: abpasmita.in | Last Updated: Thursday, 11 January 2018 7:20 PM
વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14મી તારીખ બાદ થશે શરૂ: Dy CM નીતિન પટેલ

ગાંધીનગર: વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14 જાન્યુઆરી બાદ મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, બજેટને લઈને વિધાનસભાનું બે દિવસીય સત્ર મળશે અને સાથે રાજ્યપાલના પ્રવચન સાથે ધારાસભ્યોની શપથધવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ચિલોડાથી સરખેજ સુધીના 44 કિલોમીટરનો 6 માર્ગીય રસ્તો બનાવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના રસ્તાઓના વિકાસ માટે 1677 કરોડની ગ્રાન્ટ મંજુર કરી છે. જેમાં ચિલોડાથી સરખેજ સુધીના 44 કિલોમીટરના રસ્તા માટે 846 કરોડ મંજુર થયા છે. આ  44 કિલોમીટરના નેશનલ હાઈવે પર ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સાથે નર્મદા નદી પર નવા વિકલ્પ તરીકે વધારાનો બ્રિજ બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ગરૂડેશ્વર પાસે 51.73 કરોડના ખર્ચે 651 મીટર લાંબો વધારાનો બ્રિજ બનાવાશે. આ બ્રિજ બાંધવા માટે 52 કરોડ ઉપરાંત રાજ્યના 23 જિલ્લાના રસ્તાઓ પહોળા કરવા માટે 780 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરી છે. આ તમામ 1677 કરોડના કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે

 

 

 

First Published: Wednesday, 10 January 2018 7:20 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories